Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

આજથી કરણીસેના આયોજીત ક્ષત્રિય મહિલા રાસોત્સવનો જાજરમાન પ્રારંભ

ગીરાસદાર અને કાઠી ક્ષત્રિય કુળના બહેનો કરશે ૧૦ દિવસ આદ્યશકિતની આરાધના

રાજકોટ તા. ૧૦ : રાજકોટમાં પ્રથમ વખત શ્રી રાજપુત કરણીસેના રાજકોટ દ્વારા ક્ષત્રિય સમાજના મહિલાઓ તેમજ દિકરીબાઓ માટે ક્ષત્રિય મહિલા રાસોત્સવ-ર૦૧૮નું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે જે રાસોત્સવમાં ગીરાસદાર ક્ષત્રિય સમાજના બહેનો જોડાય શકશે. આ આયોજન તા.૧૦/૧૦/ર૦૧૮ થી ૧૯/૧૦/ર૦૧૮ (દશેરા સુધી) રાત્રે ૮-૦૦ વાગ્યા સુધીનો રહેશે. આયોજન રત્નાગરવાડી, એકયુરેટ મોટર ગેરેજ પાછળ, અલ્ય પાર્કની બાજુમાં, નાના મવા મેઇન રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે આ રાસોત્સવમાં ક્ષત્રિય સમાજના બહેનોને પાસ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે. પાસની વ્યવસ્થા રાજકોટમાં અલગ - અલગ પ સ્થળેથી મળી શકશે. જેમાં (૧) રણજીત ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ નગર, જુના માર્કેટીંગ યાર્ડ પાસે, રણજીતસિંહ જાડેજા-મો.નં. ૯૯૦૯૦ ૧પર૧પ (ર) આશાપુરા મેડિકલ સ્ટોર, નિલકંઠ સિનેમા સામે, કોઠારીયા મેઇન રોડ, મયુરસિંહ જાડેજા-મો.નં. ૯૭ર૩૭ ૦૦૦૦૭ (૩) માંડવરાયજી મિત્ર મંડળ સ્ટોર શે.નં.પ, મવડી પ્લોટ, શકિતસિંહ પરમાર, ૯૧૩૭૯ ૯૧૩૭૯ (૪) જય અંબે પાન, નકલંગ ચોક, લાખના બંગલાવાળો રોડ, ગાંધીગ્રામ, અરવિંદસિંહ સરવૈયા-મો.નં. ૯૪ર૭૪ ૧૦૬૮૩ (પ) વંદના સાડી, વંદના કોમ્પ્લેક્ષ, બજરંગવાડી, શે.નં.ર, જામનગર રોડ, અજયસિંહ જાડેજા-૯૮૭૯૧ ૧૦૪૯૯.

ઉપરોકત રાસોત્સવના પાસ નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. ફકત પાસ લેતી વખતે પોતાનું નામ અને ગામનું રજીસ્ટેશન કરાવવાનું રહેશે. તેમજ જે બહેનોએ પાસ મેળવેલ ન હોય તેવા બહેનોને રાસોત્સવ સ્થળ ઉપરથી મળી શકશે. આ રાસોત્સવમાં કરણીસેનાના રાષ્ટ્રીયકક્ષાના હોદ્દેદારો તેમજ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો, મહિલા આગેવાનો, અધિકારીઓ તેમજ રાજકીય પ્રતિનિધિઓ હાજરી આપશે. રાસોત્સવનું સંપૂર્ણ આયોજન રૂદ્ર શકિત ક્ષત્રિય મહિલા સેવાકિય સંસ્થાન રાજકોટના મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રાજકોટ કરણીસેના, રાજકોટના જે.પી.જાડેજા, રણજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, કૃષ્ણસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, સત્યેન્દ્રભાઇ ખાચર, શિવરાજભાઇ ખાચર, દિલીપસિંહ જાડેજા, શિવરાજસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, શકિતસિંહ પરમાર, ધનરાજસિંહ જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે.(૬.૧૮)

(3:43 pm IST)