Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રાજકોટ જીલ્લાના શાપર, મેટોડા તથા રાવકી જીઆઇડીસીની મુલાકાત લેતા એસપી.ઝાલા

પરપ્રાંતીય મજુરોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ તાત્કાલિક મદદ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઇ

તસ્વીરમાં રૂરલ એસી.પી. મીણા પરપ્રાંતીય સાથે ચર્ચા કરતા નજરે પડે છે

રાજકોટ, તા.૧૦: પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં મજુરી અથવા ધંધા અર્થે ગુજરાત આવી પોતાનું ગુજરાન ચલાવતાં પરપ્રાંતિય મજુરો ઉપર હુમલાના બનાવો બનેલ હોય જેના અનુસંધાને તકેદારીના ભાગ રૂપે બલરામ મીણા પોલીસ અધિક્ષક રાજકોટ રૂરલનાએ એલ.સી.બી. ટીમ સાથે રાજકોટ જિલ્લામાં આવેલ ઔધોગીક વિસ્તારો મેટોડા જી.આઇ.ડી.સી. રાવકી તથા શાપર વેરાવળ વિગેરે વિસ્તારોમાં રહેતાં પરપ્રાંતિય મજુરોની જાતેથી વિજીટ લઇ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

આ મુલાકાત દરમ્યાન શ્રી બલરામ મીણાએ પરપ્રાંતિય મજુરોને મળી ને તેઓને કોઇ પણ જાતના ગભરાટ વગર પોતાના રોજગાર-ધંધા કરવા તેમજ ખોટી અફવાઓથી ગભરાવવાની જરૂરીયાત નથી તેમજ જિલ્લામાં રહેતાં પરપ્રાંતિય મજુરોની સુરક્ષા બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલ છે.તેમજ કોઇ પણ પ્રકારની તકલીફ હોય તો નજીકના પોલીસ સ્ટેશનો તથા પોલીસ કંટ્રોલ રૂમ અથવા ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરવાથી તાત્કાલીક પોલીસ મદદ મળી રહેશે તેવુ જણાવ્યુ હતું.

પરપ્રાંતિય મજુરોના ઉપરના હુમલાના કોઇ બનાવો રાજકોટ રૂરલ જિલ્લામાં બનવા પામેલ નથી.અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે.તેમજ અસામાજીક તત્વો આવા કોઇ પ્રકારના હુમલાઓ કરવા માટે પ્રયત્ન કરશે કે સોશીયલ મીડીયા અથવા અન્ય માધ્યમો ધ્વારા ખોટી અફવાઓ ફેલાવશે તેવા અસમાજીક તત્વો વિરૂધ્દ્ય રાજકોટ રૂરલ જિલ્લા પોલીસ ધ્વારા સખ્ત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક રાજકોટ રૂરલનાઓએ પ્રરપ્રાંતિય મજુરોની વચ્ચે જઇ તેઓને ખોટી અફવાઓથી દુર રહી પોતાના ધંધો-રોજગાર ચાલુ રાખવા અને તેઓનું રક્ષણ કરવા માટે રાજકોટ રૂરલ જિલ્લા પોલીસ કટીબધ્ધ છે.તેવી ખાત્રી આપેલ છે.

(3:37 pm IST)