Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પરપ્રાંતિય સમુદાયના આગેવાનો સાથે મહત્વની બેઠક

રાજયના સહપ્રભારી જીતેન્દ્ર વાઘેલા અમદાવાદ ખાતે પરપ્રાંતિય આગેવાનોને મળ્યા વાઘેલાનું ટવીટઃ મુખ્યમંત્રીની નિષ્ફળતાથી પેદા થયેલી નિષ્ફળતા સરખી કરી સુરક્ષા પુરી પાડે

રાજકોટ તા.૧૦: ગુજરાતમાં પરપ્રાંતિયો પરના હુમલા પ્રકરણે રાજકારણ ગરમાવાયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ - પ્રતિઆરોપ કરી રહયા છે તે વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર વાઘેલા અમદાવાદમાં પરપ્રાંતિય સમુદાયના આગેવાનોને મળ્યા હતા અને કોંગ્રેસ તેમની સાથે છે તેવી હૈયાધારણા અને ખાત્રી આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રીની નિષ્ફળતાના કારણે હાલની પરિસ્થિતી પેદા થઇ છે. તાત્કાલીક યોગ્ય કરી ઉત્તરભારતીયોને સુરક્ષા પ્રદાન કરે તેવું ટવીટ પણ કર્યુ છે. દરમ્યાન આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પરપ્રાંતિય આગેવાનો સાથે કોંગ્રેસની બેઠક યોજાઇ છે.

આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય તરફથી દરેક પ્રદેશ આગેવાનોને આગતીકાલે પ્રદેશ કાર્યાલય ખાતે પરપ્રાંતિય સમુદાયના આગેવાનો સાથે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહી પરપ્રાંતિય આગેવાનોને હાજર રહેવા જણાવવાનું કહેવાય છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજયના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિકટત્મ વર્તુળના આગેવાન એવા સહપ્રભારી જીતેન્દ્ર વાઘેલા વર્તમાન પરિસ્થિતીના કારણે ગુજરાત આવ્યા છે અને અમદાવાદના પરપ્રાંતિય આગેવાનો સાથે એક અનોૈપચારીક બેઠક યોજી હતી.

દરમ્યાન અમદાવાદના કોંગી ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિતના આગેવાનો પરપ્રાંતિય આગેવાનોની સાથે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જશે અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના પ્રદેશ આગેવાનો સાથે બેઠક કરશે.

આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરપ્રાંતિય આગેવાનોને એવી હુંફ હૈયાધારણ ત્થા ખાત્રી આપશે કે ગુજરાતમાં કોઇ ડર રાખવાની જરૂર નથી. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાહુલ ગાંધીની સુચનાને અનુલક્ષીને પરપ્રાંતિય સમુદાય સાથે છે.

(3:37 pm IST)