Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જામનગર રોડ રેલવે હોસ્પિટલ પાસેથી યાસીન ઉર્ફે બોદુ ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્યાર્થ ખત્રી તથા ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાએ શહેરમાં  મારામારીના બનાવો અટકાવવા અને નાશતા ફરતા આરોપીઓને પકડવા અંગે સુચના આપતા પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે.જાડેજા, હેડ કોન્સ. સિદ્ધરાજસિંહ ચુડાસમા, હેડ કોન્સ. રાજેશભાઇ બાળા, રધુવિરસિંહ વાળા, સિદ્ધરાજસિંહ જાડેજા, ડાયાભાઇ, ઇન્દ્રજીતસિંહ ગોહીલ અને વિજયભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજેશભાઇ બાળા અને રઘુવીરસિંહ વાળા તથા સિદ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જામનગર રોડ રેલ્વે હોસ્પિટલ સામેથી યાસીન ઉર્ફે બોદુ ગફારભાઇ ચૌહાણ (ઉ.ર૮) (રહે. જયુબેલી માર્કેટ પાસે, મોચીબજાર કૃષ્ણપરા શેરી નં. ૧)ને  ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો તેણે આ બાઇક આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી હતી વધુ પૂછપરછ કરતા આ ચોરીમાં તેનો મિત્ર હિતેષ મેરામભાઇ કોળીનું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.(૬.૨૧)

(3:36 pm IST)