Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કલાનું માર્કેટીંગ અને કુશળતામાં ચોકસાઈનું ધ્યાન રાખવુ તેનું માર્ગદર્શન આપતા કલેકટરના ધર્મપત્નિ અનુજાબેન ગુપ્તા

રાજકોટ : હેપી સ્કુલ વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત સ્કુલમાં ઝૂપડપટ્ટીના ૩૨૫ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાનું કાર્ય અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કરે છે. મુખ્ય મહેમાન તરીકે રાજકોટ કલેકટરશ્રીના ધર્મપત્નિ પ્રોફેસર શ્રીમતી અનુજાબેન ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ અનેક સામાજીક સેવામાં અને સમાજને ઉપયોગી સેવાના કાર્યો કરી રહ્યા છે. શ્રીમતી અનુજાબેને ઝુપડપટ્ટીમાં રહેતા લોકોની હાલતની જાણકારી મેળવી. હેપી સ્કુલમાં કોઈપણ જાતની જાણ કર્યા વગર સરપ્રાઈઝ વિઝીટ લીધી.

તેઓએ બાળકોના વાલી અને રોજગાર તાલીમ કેન્દ્રના બહેનોને પ્રોત્સાહીત કરતી કેટલીક ઘટનાઓ અને બહેનોમાં રહેલી કુશળતા કેવી રીતે બહાર લાવવી. પોતાની માન્યતાઓમાંથી કેવી રીતે બહાર આવવું કલાનું માર્કેટીંગ અને કુશળતામાં ચોક્કસાઈનું કેમ ધ્યાન રાખવું વગેરે માર્ગદર્શન આપેલ. પોતે પણ કેવા સંજોગોમાંથી આવ્યા છે તે જણાવ્યુ અને સંકોચ રાખ્યા વગર કાર્ય કરવા સમજાવ્યુ તમે ઝુપડપટ્ટીમાંથી પણ તમે ઈચ્છો તો બીજા કરી શકે તો હું કેમ નહિં તેવો જુસ્સો કેળવવા કહ્યું.

આ કાર્યક્રમમાં રોજગાર તાલીમ કેન્દ્રના તાલીમ પૂર્ણ કરેલ. જેમાં બ્યુટી પાર્લરના ૩૦, સીવણ કલાસના ૨૨, કોમ્પ્યુટર કલાસના - ૩૨, મોબાઈલ રીપેરીંગના - ૧૦, ઈલેકટ્રીક કલાસના-૧૩, સ્પોકન ઈંગ્લીશના-૧૫, તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(3:35 pm IST)