Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ધંધાનો વિકાસ કરવા અર્થે બિઝનેશ કનેકટ ઇન્ડિયાની મીટીંગ

રાજકોટ : બિઝનેશ કનેકટ ઇન્ડિયા કે જે બિઝનેસમેન માટેના કલબની સ્થાપના આશરે ૧૮ માસ પહેલા કરવામાં આવેલ અને આજે આ બિઝનેશ કલબ બિઝનેશમેનની પ્રગતી માટે વટવૃક્ષ બની ગયેલ છે. તાજેતરમાં જ બિઝનેશ કનેકટ ઇન્ડિયાની ૧૬મી મીટીંગ સીઝન્સ હોટલ ખાતે રાખવામાં આવેલ હતી. આ મીટીંગમાં સૌરાષ્ટ્ર પુરતા જ નહિ પરંતુ મુંબઇ, સુરત, અમદાવાદના ઇન્ડસ્ટ્રીયાલીસ્ટો તથા સર્વિસ સેકટર સાથે સંકળાયેલ ૫૦ થી વધુ સભ્યો હાજર રહ્યા હતા.

આ કલબનો હેતુ સંપુર્ણપણે કોઇપણ જાતની ફી લીધા વિના નો પ્રોફિટ નો લોસના બેઇઝથી વિવિધ બિઝનેસ પીપલને કનેકટ કરી ધંધા વ્યાપારમાં એકબીજાને મદદરૂપ થઇ બિઝનેસનો વિકાસ થઇ શકે તથા બિઝનેસમેન વચ્ચેના આંતરિક સબંધોનો વિકાસ થાય, ધંધા વ્યાપારમાં આવતી મુશ્કેલીઓનું સાથે બેસીને નિવારણ લાવી શકાય તેમજ નવી આવતી ટેકનોલોજીની માહિતી મળી શકે કવોલીટી રેફરન્સ દ્વારા ધંધાનો વિકાસ થાય તથા ભારત આર્થિક રીતે વધુને વધુ મજબૂત બને તે હેતુથી આ કલબની સ્થાપના કરવામાં આવી છે. આ કલબની મીટીંગ દર મહિને યોજવામાં આવે છે તેમજ વધુ માહિતી માટે આ કલબના પ્રેસીડન્ટ શ્રી હાર્દિક મજેઠીયાનો મો. ૯૮૯૮૫ ૮૮૩૧૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:34 pm IST)