Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

'રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ' માં રાત પડશે ને દિવસ ઉગશે

પાર્કીંગની સુવિધા : ૩૦૦ કાર્યકરોની ટીમ ખડેપગે રહેશે : રઘુકુળ યુવા ગ્રુપનું જાજરમાન આયોજન : યુવા શ્રેષ્ઠી સ્વ. હરેશભાઈ લાખાણીને શ્રદ્ધાંજલી અપાશે : રાસોત્સવની સાથે દરરોજ વિવિધ સ્પર્ધાઓ : ગેઝેબો અને સેલ્ફીઝોન આકર્ષણ જમાવશે : મિતેશ રૂપારેલીયાની ટીમની જહેમત

રાજકોટ, તા. ૧૦ : સતત ચોથા વર્ષે શ્રી રાકળ યુવા ગ્રુપ દ્રારા લોહાણા સમાજ માટે 'અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ' આયોજન કરાયું છે. દર વર્ષે લોહાણા સમાજના હજજારો યુવાન-યુવતીઓ પોતાના પરીવાર સાથે આ રાસોત્સવનો આનંદ ભકિતપૂર્ણ વાતાવરણમાં લઈ રહયાં છે. રાજકોટ અને સૌરાષ્ટ્રનું આ અનેરૂ આયોજન સૌના હૃદય જીતી છે. રાત પડે અને દિવસ ઉગે તે પ્રકારનો નજારો વાતાવરણમાં સર્જાય છે.

નવરાત્રી મહોત્સવ દરમ્યાન પરીવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે.  રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે બાઉન્સર તેમજ સિકયુરીટી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત અવનવી રોશનીથી રાત્રીના દિવસ જેવું વાતાવરણ કરી દેવામાં આવ્યું. સમગ્ર ગ્રાઉન્ડને મીઠ્ઠી બાઉન્સર તથા સીસીટીવી કેમેરા થી સંપૂર્ણ સજજ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે તથા આયોજકો કમિટી દ્વારા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી જેથી કરી આવનાર મહેમાનો તથા ખેલૈયાઓને પાર્કિંગની અગવડતા ન પડે.

આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહીત કરવા દાતાઓના સહયોગથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરરોજ પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ, વેલ કિડસ, વયજુથના ઉત્કૃષ્ટ રમતા ખેલૈયાઓને ઇનામ, વેલ આરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડીયા શણગાર, શાફા સ્પર્ધા, સાડી સ્પર્ધા વગેરે ૨૭ પ્રકારના ઈનામો, અંતીમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાયનલ તેથો ગેઝબો તથા સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર રહેશે.

જલારામ બાપાના સેવક, રકળ યુવા ગ્રુપ તથા સૌરાષ્ટ્રના સેવાભાવી યુવા શ્રેષ્ઠી, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી, ખોડીયારધામ આશ્રમ (કાગદડી) ના ટ્રસ્ટી, વિરપુર પદયાત્રાના મુખ્ય સંયોજક, રઘુકૂળ યુવા ગ્રુપના આયોજક, રોગી કલ્યાણ સમિતિ- પંડીત દીત દયાલ હોસ્પિટલના પુર્વ સભ્ય, હિન્દુ જાગરણ મંચના સહમંત્રી, પંડીત દીન દયાલ ઉપાધ્યાય દદી સેવા સમિતિના ખજાનચી, શ્રી રાજ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રખર રાષ્ટ્રવાદી-સેવાભાવી, નિયમીત રકતદાતા સ્વ. હરેશભાઈ લાખાણીને શ્રધ્ધાંજલિ રૂપે બે મીનીટ મૌન પાડવામાં આવશે તથા રઘુકુળ યુવા ગ્રુપની આયોજ ક ટીમને સ્વ. હરેશભાઈ લાખાણીની કાયમી ખોટવર્તાશે.

સંસ્કૃતી ને જીવંત રાખવા દુહા- છંદની રમઝટ જામશે. ગ્રાઉન્ડ મા હજારો ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા પાર્કીંગ વ્યવસ્થા ૩૦૦ થી વધુ કાર્યકરો દેખરેખ રાખશે. જે.બી.એલ.ની ૧ લાખ ની સાઉન્ડ સીસ્ટમના સથવારે રઘુવંશી ખેલૈયા ઝુમશે. માલવભાઈ વસાણીના નેતૃત્વમાં ખ્યાતનામ ઓરકેસ્ટ્ર હરીઓમ પંચોલી ઝમવા મજબુર કરશે. સીંગર ટીમ જીગનેશ સોની, શ્યામ મહેતા, ભમી મહેતા, એન્કર તરીકે હર્ષલ માંકડ(હયાન) ૨હેશે તથા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઓરકેસ્ટ્રા ટીમના હરીઓમ પંચોલી (રીધમ એરેન્જર), વિધેય સાગઠીયા (ફોરપીસ પ્લેયર), શીવમ ભટ્ટ (ફોરપીસ પ્લેય (ઓકટોપેડ પ્લેયર), કપીલ ટીમાણીયા (ઢોલ પ્લેયર), દર્શન ખાંદલ (કી-બોર્ડ પ્લેયર)પર પોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને ગરબે ઘુમવા મજબુર કરશે તથા ભવાની સીકયુરીર્ટી અભીમ સિંહ ગ્રાઉન્ડ પર સીકયુરીટી પૂરી પાડશે.

સમગ્ર આયોજન અંગે રદ્યુકુળ યુવા ગ્રુપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, ભદ્દેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રદ્યરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રદ્યુવંશી વડાપાંઉ), નિરવ રૂપારેલીયા, આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, ધર્મેન્દ્ર કારીયા, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જેવીન વિઠ્ઠલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય દ્યેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમામાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મળેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. વિશેષ વિગતો માટે જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે કાર્યાલય મોઃ ૯૩ર૭૭૦૬૭૦૭, મોઃ ૮૦૦૦૩૮૩૧ ૬૭, મોઃ ૭૮૭૮ ૧૨૭૯૭૯, મો. ૯૦૬૭૪૯૩૪૫૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ થવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૭)

(3:34 pm IST)