Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

'સોઢી'ની હિન્દી ફિલ્મમાં કામ કરવાનો મોકોઃ GCSનું ફોર્મ ભરો

'તારક મહેતા...'ના લોકપ્રિય કલાકાર રોશનસિંહ સોઢી 'અકિલા'ની મુલાકાતે : સોઢી રાજકોટમાં પોતાની એકિટંગ એકેડમીની એપ. લોન્ચ કરશેઃ ફોર્મ ભરનારાનો ડ્રો થશે, પાંચ નસીબદારોને હિન્દી ફિલ્મમાં કામ કરવાનો મોકો અપાશે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે 'તારક મહેતા...' સિરીયલના લોકપ્રિય કલાકાર રોશનસિંહ સોઢી નજરે પડે છે. સાથે અગ્રણીઓ ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ, જનકભાઈ ત્રિવેદી, આશિષ ગાંધી, આનંદ રૂપારેલિયા, જતીન સંઘાણી દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૯)

રાજકોટ, તા. ૧૦ :. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના લોકપ્રિય કલાકાર રોશનસિંહ સોઢી આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, 'તારક મહેતા...' સિરીયલ ૨૫૦૦ હપ્તા બાદ પણ લોકપ્રિય છે એ સમસ્ત ટીમની મહેનત ઉપરવાળાની કૃપા છે.

સોઢીએ જણાવ્યું હતું કે, સિરીયલમાં પ્રોબ્લેમ આવ્યા હતા, જે દૂર થઈ ગયા છે. અમે બધા ઉત્સાહ સાથે સક્રિય છીએ અને સિરીયલમાં નવું આપવા તૈયારી કરી રહ્યા છીએ.

રોશનસિંહ સોઢી આગવા દ્રષ્ટિકોણથી પોતાની એકિટંગ એકેડમી જીસીએસ ચલાવી રહ્યા છે. આ એકેડમી બોલીવુડના પ્રવેશદ્વાર જેવી ગણાય છે.

રાજકોટમાં સોઢી દ્વારા GSC  STAR APP લોન્ચ થવાની છે. ઉપરાંત એકેડમીના ફોર્મ પણ ભરવામાં આવશે. કોઈપણ માણસ એકિટંગમાં રસ ધરાવતા હોય એ ફોર્મ ભરી શકે છે. રાજકોટમા ફોર્મ ભરનારાનો લક્કી ડ્રો થશે. જેમાંના પાંચ નસીબદારોને હિન્દી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે.

જીએસસી દ્વારા ત્રણ હિન્દી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. આ અંગેની બધી જ માહિતી એપ્લીકેશનમાં મુકાઈ છે.

સોઢીની એકિટંગ એકેડમીના વર્ગો ડિસેમ્બર સુધીમાં રાજકોટમાં શરૂ થઈ જશે. એકેડમીની ટ્રેનિંગ લેનારને દરેકને ખુદની આવડત મુજબ મોકો આપવામાં આવશે. આ ટ્રેનિંગ દરમિયાન સ્ટેજ ફિવર ઘટાડવા, આત્મબળ વધારવા, તનાવ મુકત થવાથી માંડીને અભિનય કૌશલ્ય શીખવવામાં આવશે. આ અંગેની વિશેષ માહિતી www.gcsstar.com વેબસાઈટ પરથી મળશે.

રોશનસિંહ સોઢીની મુલાકાત વખતે આશિષ ગાંધી, આનંદ અમરેલિયા, જતીન સંઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨.૧૮)

(3:32 pm IST)