Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રૈયાધારમાં સાગર ડોડીયા પર સુનિલ અને કરણનો હુમલો

સામે વાળંદ યુવાન સુનિલ પણ ઘાયલ થતાં સારવાર લીધી

રાજકોટ તા. ૧૦: રૈયાધારમાં રહેતાં રજપૂત યુવાનની ઘરે આવી વાળંદ શખ્સ અને તેની સાથેના શખ્સોએ મારકુટ કરતાં સારવાર માટે દાખલ થયો હતો. સામે વાળંદ યુવાન પણ દાખલ થયો હતો. રજપૂત યુવાનની બહેન સાથે વાળંદ યુવાનને લગ્ન કરવા હોઇ તે બાબતે વાતચીત મામલે માથાકુટ થઇ હતી.

રૈયાધાર મફતીયાપરામાં રહેતો સાગર ચતુરભાઇ ડોડીયા (ઉ.૨૨) પોતાને સુનિલ વાળંદ અને સાથેના કરણ સહિતે મારકુટ કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. સાગરના કહેવા મુજબ પોતાની બહેન સાથે સુનિલને લગ્ન કરવા છે, પણ બહેનની ઉમર નાની હોઇ તેને પુખ્ત વયની થાય પછી કોર્ટ મેરેજ કરવાનું કહી ઠપકો આપતાં સુનિલે ખાર રાખી હુમલો કર્યો હતો.

સામે સુનિલ રમેશભાઇ સોલંકી (ઉ.૧૮) પણ પોતાને સાગર ડોડીયાએ ઇંટ-પથ્થરથી ઇજા કર્યાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયો હતો.

(3:32 pm IST)