Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જંગલેશ્વરની શહેનાઝે ઉંઘની દસ ટીકડીઓ પી લીધી

પતિ ભરણપોષણના કેસની તારીખમાં હાજર ન રહેતાં

રાજકોટ તા. ૧૦: જંગલેશ્વર અંકુર સોસાયટી-૬ પાસે આરએમસી કવાર્ટરમાં પુત્ર સાથે રહેતી શહેનાઝબેન ઇમરાન કુરેશી (ઉ.૨૪)એ ઘેનની દસ જેટલી ટીકડીઓ પી લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

શહેનાઝના કહેવા મુજબ તેના પતિ સાસરિયા કોઠારીયા સોલવન્ટમાં રહે છે. પોતે હાલમાં રિસામણે છે અને પતિ વિરૂધ્ધ ત્રાસનો કેસ કરી ભરણપોષણનો દાવો કર્યો છે. પતિ આ અંગે કોર્ટની તારીખમાં હાજર જ રહેતો ન હોઇ પોતાનું ભરણ પોષણ અટકી ગયું છે. આ કારણે કંટાળી જતાં દસ ટીકડીઓ પી લીધી હતી. પોતે ઘરે પટ્ટા બનાવી પોતાનું અને દિકરાનું ગુજરાન ચલાવે છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

આંબેડકરનગરના ખુશાલે પણ ફિનાઇલ પીધું

ગોંડલ રોડ પરના આંબેડકરનગર-૧૪માં રહેતાં ખુશાલ દાનાભાઇ દાફડા (ઉ.૨૭) નામના યુવાને રાત્રે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોતે કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. નશો કર્યો હોઇ ભુલથી ફિનાઇલ પી લીધાનું તેણે કહ્યું હતું.

ગુલાબનગરના જટાશંકરે  પાંડેએ ઝેર પી લીધું

ગોંડલ રોડ પરના ગુલાબનગરમાં રહેતાં જટાશંકર અવધેશકુમાર પાંડે (ઉ.૧૮)એ ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:31 pm IST)