Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જૈનમ નવરાત્રીમાં ગાયકો ખેલૈયાઓમાં જોમ ચડાવશે

શ્રીકાંત નાયર (મુંબઈ), મયુરી પાટલીયા (બરોડા), વિશાલ પંચાલ (બરોડા), વિશાલ પંચાલ (અમદાવાદ), પરાગી પારેખ (વલસાડ) અને પ્રીતિ ભટ્ટ ગીતોની રમઝટ બોલાવશે : વિખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટનંુ ધમાકેદાર ઓરકેસ્ટ્રા : ૧૨મીએ ઓસમાણ મીર અને ૧૩મીએ ફરીદા મીર જૈનમના ખેલૈયાઓને ગાયકીથી ડોલાવશે

રાજકોટ, તા. ૧૦ : છેલ્લા બે વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહયું છે, ફરી એક વખત જૈનમ ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર ફકત જૈન સમાજનાં પરિવારો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવાનો ગૌરવ પણ જૈનમ્ ગ્રુપને છે જે એક નોંધનીય બાબત છે.

માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૧૦ થી તા.૧૮  સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવ આજે  રાત્રે ૯ કલાકે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે શહેરનાં મહાનુભાવોની પ્રેરક હાજરીમાં ધમાકેદાર પ્રારંભ થશે,

આ ઉદ્દઘાટન પ્રસંગે ખાસ મુંબઈથી આવતા શ્રી ચેતનભાઇ ભાનુશાળી - જાણીતા બીલ્ડર્સ - મુંબઇનાં વરદહસ્તે ઉધ્દ્યાટન કરવામાં આવનાર છે, તધ્ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સર્વશ્રી શ્રી મનિષભાઇ શાહ જી.ઈ.ઓ. (ગુજરાતી એનરીચમેન્ટ ઓર્ગેનાઈઝેશન), શ્રી રાજુભાઈ છેડા - જસ્ટ ઈન ટાઈમ, શ્રી ગીરીશભાઈ છેડા - મુંબઈ

, શ્રી વિનોદભાઈ દોશી-એચ.જે.ઈન્ડસ્ટ્રીઝ, શ્રી જીતુભાઈ બેનાણી - જાણીતા બિલ્ડર્સ શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ - શેઠ બીલ્ડર, શ્રી અતુલભાઈ જૈન - મુંબઈ,  શ્રી મુકેશભાઈ દોશી (મોડર્ન), શ્રી જયેશભાઈ શાહ - સોનમ કવાર્ટઝ,  શ્રી દર્શનભાઈ શાહ - ભારત સ્ટીલ ટુલ્સ સીન્ડીકેટ,  શ્રી રમણભાઈ વરમોરા- વરમોરા ગ્રુપ, શ્રી  વિમલભાઈ કેશુભાઈ ખુંટ (કાનાભાઈ)- રાજકોટ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, શ્રી રાકેશભાઈ રાજદેવ - હોટલ રોમા ક્રિસ્ટો - દ્વારકા, શ્રી ગીરીશભાઈ મદનલાલ રાઠી - બ્રુકલેન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર-અમદાવાદ, શ્રી મુકેશભાઈ શેઠ - શેઠ બિલ્ડર્સ, શ્રી વિરેન્દ્રભાઈ ખારા - જીતેન્દ્ર ગ્રુપ, શ્રી દિલીપભાઈ ઉદાણી, શ્રી રાજુભાઈ કેસ્ટ્રોલ, શ્રી હસુભાઈ પટેલ - પટેલ ઓટો કેર, શ્રીમતિ સીમાબેન એચ. ખજુરીયા, શ્રી ડી.વી. મહેતા -એક્રોલોન્જ કલબ, શ્રી શ્યામભાઈ છાંટબાર, શ્રી રશ્મીકાંતભાઈ મોદી - મોદી સ્કુલ ઉપસ્થિત રહેશે.

આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ રાજકોટનાં રાજમાર્ગ સમા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પારીજાત પાર્ટી પ્લોટનાં ૩૪૦૦૦ વારનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે ટ્રસનું મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવેલ છે.

     રાજકોટ જૈન સમાજનાં ખેલૈયાઓનાં હૈયાઓને ડોલાવવા જૈનમ દ્વારા જેબીએલ વર્ટેકસ ૪-વે લાઈનરી ૧,૨૫,૦૦૦ વોટની શાનદાર સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.

આ નવરાત્રી મહોત્સવમાં તા.૧૨ ને શુક્રવારનાં રોજ ગુજરાત ગૌરવ ઓસમાણ મીર અને તા.૧૩ ને શનિવારનાં રોજ ફેમસ ગાયીકા ફરીદા મીર પોતાની ગાયીકી દ્વારા જૈનમ્નાં ખેલૈયાઓને ડોલવશે.

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીનાં ચેરમેનશ્રી પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરફોર્મન્સ યુ ટયુબ ઉપર દ્યૂમ મચાવી રહયા છે તેવા કલાકારો જૈનમ્ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ધુમ મચાવશે.

શ્રીકાંત નાયર - મુંબઈ : મુંબઈના પ્રખ્યાત સિંગર શ્રીકાંત નાયર કે જેઓ છેલ્લા ૨૪ વર્ષથી નવરાત્રી ઉપરાંત સંગીત ક્ષેત્રમાં પ્રોગ્રામ આપી રહ્યા છે અને દ્યણાં આલબમ પણ રજુ કરી ચૂકેલ છે. આકાશવાણી તથા દુરદર્શનમાં અનેક કાર્યક્રમો ચુકેલ છે. શ્રીકાંત નાયરે ૧૫ કલાકમાં સતત ૧૫૧ ગીતો ગાઈને વિશ્ર રેકોર્ડ બનાવેલ છે, છેલ્લા ૧૫ વર્ષથી તેઓ સ્પે.નવરાત્રી માટેનાં કાર્યક્રમો આપી ચુકેલ છે.આ ઉપરાંત અનેક ગીતો તથા નવરાત્રી રાસ ગરબાનાં આલ્બમ રજુ કરેલ છે. મુળ કેરળનાં અને વર્ષો સુધી રાજકોટ રહી ચુકેલ હવે મુંબઈ ધરતી ઉપર એક અનોખું નામ કાઢી ચુકયા છે. આ ઉપરાંત લંડન, અમેરીકા, ઈન્ડોનેશીયા અને મસ્કત ઉપરાંત ૧૩ થી વધુ દેશોમાં અનેક સફળ કાર્યક્રમો આપી ચુકેલ છે.

મયુરી પાટલીયા - બરોડા ૅં બરોડાનાં મયુરી પાટલીયા ૧૯૯૭ થી ગાયકી ક્ષેત્રે કાર્યરત છે. જેમણે કલાસીકલ, ફોક, કવ્વાલી અને સુફી ગીતો દ્વારા ચાહકોમાં અનેરૂ સ્થાન મેળવેલ છે. મયુરીએ ભારતનાં અનેક શહેરો ઉપરાંત અમેરીકા, ઈંગ્લેડમાં ભવ્ય કાર્યક્રમ આપી નામના મેળવી ચુકેલ છે. છેલ્લા ૪ વર્ષથી નાગપુરની વિખ્યાત સંકલ્પ ગરબા કવીનનું બિરૂદ પ્રાપ્ત કરી યુવા હૈયાઓની પહેલી પસંદ બની ગયેલ છે.

વિશાલ પંચાલ - અમદાવાદ ૅં વિશાલ પંચાલ કે જેઓ એ માત્ર ૫ વર્ષની નાની વયે જ ગાવાનું શરૂ કરેલ હતું. જેઓ ઈટીવીમાં મસ્તી કાર્યક્રમમાં વિનર બની ચુકેલ છે અને જીટીપીએલમાં ભજન રત્ન એવોર્ડથી નવાજવામાં આવેલ હતા. વિશાલ પંચાલ રાસ-ગરબા ઉપરાંત ભજન, સંતવાણી, સુફી સોંગમાં પોતાની અવાજના જાદુ દ્વારા લોકોનાં હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અનેક ગુજરાતી ફીલ્મમાં પણ ગીતો ગાઈ ચુકેલ છે. ખાસ કરીને નવરાત્રીમાં રાસ-ગરબામાં તેઓ ખેલૈયાઓની પસંદ ધરાવે છે.

પરાગી પારેખ - વલસાડ ૅં ૧૦ વર્ષની જ ઉંમરથી ગાવાનું શરૂ કરી શરૂઆતમાં શાસ્ત્રીય સંગીત કરેલ હતી અને હાલમાં તેઓને ગાયીકી ક્ષેત્રે ૩૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ દ્યણી ટીવી સીરીયલ, ડોકયુમેન્ટરી ફીલ્મ, જીંગલ અને ઓડીયો આલ્બમમાં પણ કામ કરી ચુકેલ છે,  નવરાત્રી દરમ્યાન ગુજરાતનાં અનેક શહેરોમાં કાર્યક્રમો આપી ખેલૈયાઓને ઝુમવા મજબુર કરી દીધેલ. પરાગી પારેખનાં હિન્દી અને ગુજરાતી ગીતો ધણા ફેમસ થયા છે. તેઓએ યુરોપ, દુબઈ, લંડન અને ઓસ્ટ્રોલીયા માં દ્યણાં સ્ટેજ પ્રોગામ આપી ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ તરીકેની નામના મેળવી ચુકેલ છે.

     પ્રિતી ભટ્ટ - રાજકોટ ૅં રાજકોટનાં રહેવાસી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાયીકી ક્ષેત્રે નામના મેળવી ચુકેલ પ્રિતી ભટ્ટ અર્વાચીન દાંડીયામાં એક આગવા અંદાજથી ગાઈ ખૈલૈયાઓને રમવા મજબુર કરી દેશે. પ્રિતી ભટ્ટ લેડીઝ અને જેન્ટસ બન્ને અવાજમાં રાસ ગરબા થકી સૌરાષ્ટ્રમાં નવરાત્રીની પહેલી પસંદ બની ચુકેલ છે. પ્રિતી ભટ્ટ અનેક નામી કલાકારો સાથે ગાઈ ચુકેલ છે. સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓના કાર્યક્રમમો મુખ્ય કલાકાર તરીકે સફળ બનેલ છે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આયોજકો સર્વેશ્રી જીતુભાઈ કોઠારી, મયુરભાઈ શાહ તેમજ ગાયકો શ્રીકાંત નાયર, મયુરી પાટલીયા, વિશાલ પંચાલ અને પ્રીતિ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:31 pm IST)