Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

શાપર-વેરાવળમાં ફેડરલ બેન્કનું ATM તોડવા પ્રયાસ :ચોકીદાર નાસ્તો કરવા બહાર ગયા બાદ તસ્કરો ઘુસ્યા :સીસીટીવીમાં કેદ

રાજકોટ :શાપર-વેરાવળના સેફાયર ટાવરમાં આવેલ ફેડરલ બેંકનું એટીએમ મશીન તોડવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો રાત્રીના સમયે ચોકીદાર નાસ્તો કરવા ગયો હતો. એ સમયે બે તસ્કરો દ્વારા એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

  સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શાપર-વેરાવળના સેફાયર ટાવરમાં આવેલા ફેડરલ બેંકના એટીએમમાં તસ્કરો પ્રવેશ કરે છે. બાદમાં વિવિધ સાધનોની મદદથી મશીન તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે આ પ્રયાસમાં બંનેને કોઈ સફળતા મળી નથી. પરંતુ બંને તસ્કરો સીસીટીવી કેમેરામા કેદ થયા હતા

 . સિક્યુરિટી જવાનના જણાવ્યા મુજબ પોતે નાસ્તો કરવા બહાર ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. શાપર-વેરાવળ પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

(1:29 pm IST)