Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આત્મન યુવા ગ્રુપ દ્વારા દ્વિતીય પારિવારીક પ્રવાસનું આયોજન

રાજકોટઃ તા.૧૦, આત્મન યુવા ગ્રુપ દ્વારા નહી નફો નહિ નુકશાનના ધોરણે દ્વિતીય પારિવારીક પ્રવાસનું  તા.૨૯/૧૦ થી ૧૩/૧૧ આયોજન કરાયું છે. જેમાં બૌધ્ધ ધર્મના મુખ્ય ચાર ધામ લુમ્બીની નેપાલ (બુધ્ધ જન્મ), બોધ્ધ ગયા (જ્ઞાન પ્રાપ્તિ), સારનાથ (પ્રથમ ઉપદેશ) કુશીનગર (મહા પરિ નિર્વાણ) ની સાથે આગ્રા, લખનૌ, પોખર, કાઠુમંડુ, નાલંદા, ચિત્રકુટ, સાંચી સ્તુપ, ઉજજૈન મહુ (ડો. આંબેડકર જન્મ સ્થળ) વગેરે આધ્યાત્મિક ઐતિહાસીક અને પ્રાકૃતિક પાંચ રાજય અને નેપાલનો સમાવેશ કરેલ છે.

આ પ્રવાસમાં જોડાવા માટે ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ જી. રાઠોડ મો.૯૮૨૫૬ ૭૦૧૬૬, નિલેશભાઇ પરમાર મો.૯૯૦૪૩ ૪૩૪૬૮, અને રાજહંસભાઇ માકડીયા મો.૯૪૨૯૫ ૭૯૩૯૦ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:12 pm IST)