Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

માધવ શરાફી સહકારી મંડળીનો ૨૧માં વર્ષમાં પ્રવેશઃ શનિવારે સાંઇરામનો હસાયરો

રાજકોટઃ તા.૧૦, માધવ શરાફી સહકારી મંડળી લી.ના ૨૧માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે આગામી ૧૪મીના શનિવારે સભાસદો માટે 'માધવ હસિતમ્ મધુરમ' શિર્ષક અંતર્ગત શ્રી સાંઇરામ દવેના હસાયરાનો કાર્યક્રમ યોજાયો છે.

તા.૧૪ શનિવારે સભાસદોના મનોરંજન માટે શ્રી સાંઇરામ દવેનો ''માધવ હસિતમ મધુરમ'' કાર્યક્રમ સરગમ કલબ સંચાલીત હેમુ ગઢવી હોલમાં રાત્રે ૮ કલાકે સાંઇરામ દવેની હાસ્યવર્ષામાં સૌકોઇ ભીંજાશે. આ પ્રસંગે સમયસર આવનાર પ્રથમ ત્રણ સભાસદોને જીલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ શ્રી તીરથાણી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યાદગાર સ્મૃતિ ચિન્હ આપવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા ડો. એન.ડી.શીલુ (એમ.ડી), ડો. કેતન બાવીસી (વાઇસ ચેરમેન), ડો. પ્રકાશ મોઢા (ચેરમેન) ડો. અશ્વિન સાવલીયા, ભરતભાઇ જોશી, અશોકભાઇ ધનવાણી, ડો. એન. પી. પરમાર, રાજુભાઇ ચંદ્રવાડીયા, ગીરીશભાઇ ગોરીયા, નિતાબેન અમલાણી, રૂપાબેન શીલુ સહિતના ડીરેકટર્સ મિત્રો તેમજ ચંદ્રેશભાઇ કાપડીયા (જનરલ મેનેજર), જયવીરસિંહ ઝાલા, વિજય પુરોહિત, વિરેન્દ્ર ચૌહાણ, દશરથસિંહ જાડેજા સહિતના કર્મચારીગણ મહેનત કરી      રહયા છે. અકિલા કાર્યાલયની મુલાકાત પ્રસંગે સિમ્પલ એર્ડના રાજુભાઇ જુંજા અને ભરતભાઇ જોષી પણ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)