Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રઘુવંશી પરિવારના રાસોત્સવ : ઈનામોની વણઝાર

સેલીબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે આયોજન : સવા લાખ વોટ સાઉન્ડ સિસ્ટમ્સ : પારિવારીક માહોલમાં આયોજન : સીઝન પાસનું બુકીંગ ચાલુ

રાજકોટ, તા. ૧૦ : માં આદ્યશકિતની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રઘુવંશી પરીવાર રાસોત્સવ સમિતિ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર રઘુવંશી સમાજના ભાઈઓ - બહેનો માટે ભવ્ય રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. સંપૂર્ણ પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓરકેસ્ટ્રા, જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે યોજાનાર આ રાસોત્સવના સીઝન પાસનું બુકીંગ શરૂ થઈ ગયુ હોવાનું જણાવાયુ છે.

અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ દ્વારા આયોજીત રાસોત્સવ-૨૦૧૯ માં દરરોજ સીનીયર - જુનિયર અને કીડ્સ પ્રિન્સ - પ્રિન્સેસને લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે. કાલાવડ રોડ પર સેલીબ્રેશન પાર્ટી પ્લોટના વિશાળ ગ્રાઉન્ડમાં ૧.૨૫ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મેડ મ્યુઝીક ઓરકેસ્ટ્રા (ભરત મહેતા)ના સાજીંદા - વાજીંદાઓ સંગાથે વર્સટાઈલ સીંગર કાસમ બાગડવા, વર્ષા મેણીયા, ભૂમિ ગાઠાણી જેવા લોકપ્રિય સીંગરો ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓને થીરકાવશે.

કેસરીયો રંગ તને લાગ્યો, કોઈ તાતણીયા ઘરેથી તેડાવે, મા પાવા તે ગઢથી ઉતર્યા, તુ કાળી ને કલ્યાણી રે માં જેવા ગીતો ઉપર ખેલૈયાઓ રાસે રમશે.

નવ નોરતા દરમિયાન દરરોજ ત્રણેય કેટેગરીમાં ત્રણ - મેલ, ત્રણ - ફીમેલ, તેમજ કીડ્ઝ કેટેગરીમાં પણ પ્રિન્સ - પ્રિન્સેસને લાખેણા ઈનામો ઉપરાંત વેલડ્રેસ અને સરપ્રાઈઝ ગીફટથી પ્રોત્સાહિત કરવામાં આવશે. દશેરાની રાત્રે મેગા ફાઈનલમાં કિંગ કિવનને લાખેણા ઈનામોની વણઝારથી નવાજવામાં આવશે.

રઘુવંશીઓને સીઝન પાસ સહેલાયથી મળી રહે એ માટે ફોર્મ વિતરણની વ્યવસ્થા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાખેલ છે. જે આ મુજબ છે. (૧) બાલાજી કોલ્ડ્રીંકસ - હુડકો બસ સ્ટોપ (૨) ગીરીરાજ કોલ્ડ્રીંકસ - હુડકો પો. સ્ટેશન પાછળ, (૩) મહાદેવ મોબાઈલ - લીમડા ચોક, મોમાઈ હોટલ સામે, (૪) કે.કે. મેન્સવેર - બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ (૫) યશ એન્ટરપ્રાઈઝ - અંબિકા પાર્ક, રૈયા રોડ (૬) નંદ ગોપાલ ગેસ એજન્સી - કુવાડવા રોડ, રણછોડનગર શેરી નં.૧૦ (૭) યુગ મેડીકલ સ્ટોર - હનુમાન મઢી ચોક, (૮) સૂર્યા એજન્સી - માનસતા ચોક, ગોંડલ રોડ (૯) શ્રીજી ટાઈપીંગ એન્ડ ઝેરોક્ષ - પંચનાથ મંદિર મેઈન રોડ, સ્ટાર ચેમ્બર પાસે (૧૦) ગુરૂકૃપા પેંડા - પંચનાથ મંદિર પાસે (૧૧) સોપર પોઈન્ટ - આમ્રપાલી ફાટક પાસે, એપોલોની બાજુમાં, (૧૨) અશ્વિનભાઈ જોબનપુત્રા - દેવપરા શાક માર્કેટ (૧૩) આર. સી. ફેશન - એસ.કે. ચોક, ગાંધીગ્રામ (૧૪) વસંત સાઉન્ડ સર્વિસ - પરાબજાર (૧૫) હોટલ યુરોપાઈન - કોટક શેરી, સાંગણવા ચોક (૧૬) બજરંગ કોર્પોરેશન - પરાબજાર (૧૭) પૂજા પ્રોવીઝન સ્ટોર - રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ (૧૮) રાજદીપ આઈસ્ક્રીમ - રેસકોર્ષ રીંગ રોડ (૧૯) જયસીયારામ શોપીંગ સેન્ટર - કૌશર બેકરી પાસે, રૈયા રોડ (૨૦) અશોકભાઈ મીરાણી - રંગોલી પાર્ક, એફ-૩૦૨, કાલાવડ રોડ, (૨૧) રાધિકા ડેરી - લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ, (૨૨) રઘુવંશી મહિલા મૈત્રી મંડળ - નાણાવટી ચોક, સત્યનારાયણ પાર્ક, (૨૩) મોમાઈ સુપર માર્કેટ - હીર કોમ્પ. આરએમસી કવાર્ટર સામે, નાણાવટી ચોક (૨૪) જલારામ સાડી - જલારામ ચોક, વાણીયાવાડી (૨૫) વસંત સાઉન્ડ - ૮૦ ફૂટ રોડ, વિલિયન્સ ઝોન પીઝા, (૨૬) રાજેશ પ્રોવિઝન - ભકિતનગર સર્કલ, ગીતા મંદિર સામે (૨૭) સુચક કરીયાણા - ગાયત્રીનગર મેઈન રોડ (૨૮) કોમલ હેન્ડીક્રાફટ - અમીન માર્ગ, (૨૯) મોન્જીનીસ બેકરી - કોટેચા ચોક (૩૦) કૈલાસ ફરસાણા - પંચાયત ચોક - બગીચા પાસે, (૩૧) સદ્દગુરૂ પ્રોવિઝન સ્ટોર -  પુષ્કરધામ સોસા. સામે, યુનિ. રોડ, (૩૨) દર્પણ સાડી સેન્ટર - પંચાયત ચોક, બગીચા સામે, (૩૩) બોદાણી સાઉન્ડ - મીલપરા મેઈન રોડ, બોલબાલા પાસે (૩૪) સદ્દગુરૂ ટોયઝ - કરણપરા ગરબી ચોક (૩૫) ભગત મોરારજી કેશવજી - ધર્મેન્દ્ર રોડ (૩૬) વજુભાઈ પેંડાવાલા - કંદોઈ બજાર ચોક, ઘી કાંટા રોડ, (૩૭) કોમલ હેન્ડીક્રાફટ - બંગળી બજાર (૩૮) લોહાણા મહાજનવાડી - સાંગણવા ચોક (૩૯) શોપીંગ પોઈન્ટ રેમન્ડ શો રૂમ - ત્રિકોણબાગ ચોક (૪૦) રઘુવંશી ટ્રેડર્સ - નવલનગર - ૬ કોર્નર, વિશ્વેશ્વર શાક માર્કેટ (૪૧) હરિઓમ એજન્સી - મોચી બજાર મેઈન રોડ, લોહાણાપરા (૪૨) પરેશભાઈ સેજપાલ (બ્રોકર) - આમ્રપાલી ફાટક પાસે, ભોળેશ્વર મંદિર સામે (૪૩) સેલીબ્રેશન - યુનિવર્સિટી રોડ, એસએનકે ચોક શાંતિ હાઈટ્સ (૪૪) રામ જનરલ સ્ટોર્સ - એરપોર્ટ ફાટક, રાજકૃતિ એપાર્ટમેન્ટ (૪૫) કેક એન્ડ સ્વીટ બેકરી - ૧૫૦ ફૂટ રીંગ રોડ, બીગ બજાર પાસે (૪૬) મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાલા - આમ્રપાલી ફાટક પાસે, (૪૭) પ્રતાપ સીઝન સ્ટોર્સ - જંકશન પ્લોટ મેઈન રોડ, શેરી નં.૫ ખૂણો, (૪૮) શ્રી બ્યુટી પાર્લર - કેવડાવાડી, શેરી નં.૩, (૪૯) સદ્દગુરૂ હોઝીયરી - ૧૯, ગુંદાવાડી, મીરા કોમ્પલેક્ષ ૧લો માળ, (૫૦) લોહાણા યુવક પ્રગતિ મંડળ - સાંગણવા ચોક (૫૧) શિવ શકિત જનરલ સ્ટોર્સ - કેશુભાઈના દવાખાના પાસે, કરણસિંહજી રોડ, (૫૨) રણછોડરાય કિરાણા ભંડાર - સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ, ધરમનગર મે. રોડ, (૫૩) રઘુવીર પ્રોવીઝન સ્ટોર્સ - શાંતિનિકેતન સોસા.ો રામાપીર ચોક, ૧૫૦ ફૂટ (૫૪) યમુના જનરલ સ્ટોર્સ - રામેશ્વર પાર્ક, રાજ પેલેસ ચોક, નાણાવટી ચોક (૫૫) હાઈસ્ટ્રીટ કલેકશન - કેનાલ રોડ, અંજની કોમ્પ. ગુંદાવાડી પો.ચોકી (૫૬)  બીગ બાઈટ - રેસકોર્ષ રીંગ રોડ (૫૭) મોમાઈ મોબાઈલ - ગીરનાર સીનેમા સામે.

વધુ માહિતી માટે રઘુવંશી પરીવાર રાસોત્સવ - ૨૦૧૯ મધ્યસ્થ કાર્યાલય ૨૫- ન્યુ જાગનાથ, હારમની હોસ્પિટલની બાજુમાં, રાજકોટ મો.૯૮૨૪૪ ૦૦૦૩૦ ખાતે સંપર્ક કરવા રઘુવંશી પરિવાર રાસોત્સવ  - ૨૦૧૯ના આયોજક શ્રી પરેશભાઈ વિઠ્ઠલાણીની યાદી જણાવે છે.

(3:31 pm IST)