Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રાજકોટ કા રાજા : રાત્રે પોલીસ અધિકારીઓના હસ્તે આરતી : શ્રીનાથજીની ઝાંખી

રાજકોટ : અહિંના શાસ્ત્રી મેદાન ખાતે આયોજીત રાજકોટ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે રાજુભાઈ દ્વારા શ્રીનાથજીની ઝાંખીના આઠે સમાના દર્શન રજૂ કરાશે. જયારે આવતીકાલે સૌરાષ્ટ્રના સાવજ એવા રાજભા ગઢવી પોતાની આગવી શૈલીમાં સાહિત્ય રસથી મંત્રમુગ્ધ કરી દેવાના છે.

ગઈકાલે રાજકોટ કા રાજાના આંગણે માનવ મેદનીએ રાજકોટ કા રાજાના દર્શન તથા મહાઆરતીનો લાભ લીધેલો હતો. ભાગ્યવિધાતા મહાઆરતીમાં મુખ્ય મહેમાન રાજકોટ શહેર જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રી ચૌધરી, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા પરિવાર સાથે, કોર્પોરેટર જયાબેન ડાંગર, લોહાણા સમાજના કાશ્મીરાબેન નથવાણી, કોર્પોરેટર વોર્ડ નં.૧૦ અશ્વિનભાઈ ભોરાણીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, શિક્ષણ સમિતિના સભ્ય કિરણબેન માંકડીયા, કંચનબેન સિદ્ધપુરા (મહિલા મોરચો), કલ્પનાબેન કિયાડા, રસીલાબેન સાકરીયા, ધારાબેન વૈષ્ણવ, રીટાબેન સખીયા, રક્ષાબેન જોષી, અશ્વિનભાઈ ભાલોડીયા, બિલ્ડર વીકીભાઈ કોટક, પરીવાર સાથે નિલેશભાઈ લુંગભાની તથા વીણા પબ્લીસીટીવાળા તથા મ્યુ.કોર્પો.ના વીજીલન્સ ઓફીસર શ્રી ચૌહાણ, એડવોકેટ આસીત સોનપાલ, એડવોકેટ નોટરી મીનલબેન સનોપાલ, મલાબેન લુમોભાની, સોપાન ક્રાઈમ એલર્ટ, અનિકેત લુમભાની, ધીરેનભાઈ પારેખ, વિપુલભાઈ પારેખ, આશિષભાઈ વોરા, હિન્દુ જાગરણ મંચના ચમનભાઈ સિંધવ, મંગેશભાઈ દેસાઈ, સમીરભાઈ શાહ, નવીનચંદ્ર ગોરડીયા, રાકેશભાઈ ચીતલીયા, ઋષિભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ ગોરડીયા, દિગેશભાઈ વાઘેલાએ ગણપતિજીની મહાઆરતી તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

આજરોજ શ્રીનાથજીના આઠ સમાના દર્શનના લાભાર્થી એવા કેલીકો ઈન્ડસ્ટ્રીઝના માલિક મનીષભાઈ પટેલ, અરિહંત રોટો કન્ટેઈનરસના માલિક દર્શનભાઈ વાઢર પરીવાર સાથે અક્ષય ઈન્ડસ્ટ્રીઝના માલિક, અમદાવાદ છાત્રાલ એવા વિવેકભાઈ ગણાત્રા, ભાવેશભાઈ સખીયા પરીવાર આજની શ્રીનાથજીની ઝાંખી આઠે સમાના દર્શનના મુખ્ય આરતીના યજમાનો રહેશે.

આ આયોજનને સફળ બનાવવા મધુવન કલબ ચેરમેન, ભાજપ કોર્પોરેટર વોર્ડ નં.૧ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશીષભાઈ વાગડીયા તથા સાથી મિત્રો રાજભા ઝાલા, રાજુભાઈ કીકાણી, બલીભાઈ ભરવાડ, કેલીશ રાઠોડ, ચંદ્રેશભાઈ મુલીયાણા, હર્ષ રાઠોડ, પુનિત વાગડીયા, દર્શન મુલીયાણા, મુકેશભાઈ વાણીયા, અવિ મકવાણા, નિલેશ ચૌહાણ, હેમાંગ ચૌહાણ વગેરે સાથી મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:29 pm IST)