Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ફોર્મ ભરી આપવા મારબ સેવા સંસ્થાનની સેવા

રાજકોટ તા. ૧૦ : બાળકોને નિઃશુલક શિક્ષણ માટે ગુજરાત સરકાર તરફથી રાઇટ ટુ એજયુકેશ યોજના અને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલય યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં પ્રવેશ અંગેની બાબતો જવાહર નવોદય વિદ્યાલય સમિતિ જ સંભાળે છે. ગુજરાતમાં તેના કુલ ૩૪ અને દેશભરમાં ૬૬૧ કેન્દ્ર કાર્યરત છે.

ત્યારે અહીંના તરઘડીયા ખાતેની જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી પ્રવેશ કાર્ય ચાલુ હોય આ માટેના ફોર્મથી લઇને તમામ માર્ગદર્શન પુરૂ પાડવા મારબ સેવા સંસ્થાન દ્વારા ખાસ કેમ્પેઇન શરૂ કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે સંસ્થાના આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે તા. ૧૦ થી ૧૫ સુધી દરરોજ સવારે ૧૦ થી ૧ અને સાંજે ૨ થી ૬ સુધી મારબ સેવા સંસ્થા લક્ષ્મી સોસાયટી-૭ નો ખુણો, મારવાડી બિલ્ડીંગ સામે, નાના મૌવા રોડ ખાતે પ્રમુખ એન. પી. ચિત્રોડા (મો.૯૪૨૮૪ ૯૫૭૨૪) માર્ગદર્શન આપી રહ્યા છે.

એજ રીતે બીજુ કેન્દ્ર પરમાણું બીલ્ડીંગ, આત્મીય કોલેજ પાછળ, સત્યસાંઇ હોસ્પિટલ રોડ ખાતે શરૂ કરાયુ છે. ત્યાં પણ રૂબરૂ અથવા મો.૯૧૦૬૧ ૧૭૭૫૭ ઉપર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાશે.

તરઘડીયામાં દર વર્ષે ૮૦ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેએનવીમાં પ્રવેશ માટે ધો.૫ અને ૮ માં પ્રવેશ પરીક્ષા આપી ધો. ૬ થી અને ધો.૯ થી પ્રવેશ મેળવી ધો. ૧૨ સુધીનું શિક્ષણ નિઃશુલ્ક મેળવી શકાય છે. રહેવા જમવાની સુવિધા પણ તેમા સમાવિષ્ટ છે.

શાળાના આચાર્યશ્રી દ્વારા દર વર્ષે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરાવવામાં આવે છે.

મારબ સેવા સંસ્થા દ્વારા આ પ્રવેશ ફોર્મ ડાઉનલોડ કરી આપવાથી માંડીને જરૂરી તમામ માર્ગદર્શન વાલીઓને આપવામાં આવ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મારબ સેવા સંસ્થાના એન. પી. ચિત્રોડા અને તેમની ટીમના સભ્યો નજરે પડે છે.

(3:27 pm IST)