Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ગણપતી મંગલ મહોત્સવમાં કેક અને કુકીઝ બનાવવાની સ્પર્ધા

રાજકોટ  :  શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સિધ્ધિ વિનાયક ધામ ખાતે સિધ્ધિ વિનાયક ધામ, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ગણપતિ મહોત્સવનું બહેનો માટે (ઓપન રાજકોટ) કેક અને કુકીઝ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ ક્રમે હેમાંગીબેન દાવડા,દ્વિતીય ક્રમે રચનાબેન વાઘેલા, તૃતીય ક્રમે મનીષાબેન સાંચેલા, વિજેતા જાહેર થયા હતા. સાથોસાથ બહેરા-મુંગા શાળાના દિવ્યાંગ બહેનો-ભાઇઓ એ પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમક્રમે જયોતીબેન કુસવા, અને દ્વિતીયક્રમે જય નાગર વિજેતા જાહેર થયા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેજલબેન દેસાઇ અને નિલાંભરીબેન દવેએ જવાબદારી સંભાળેલ. આ  સ્પર્ધાને સફળ બનાવવા સાંસ્કૃતીક સમિતિના કિશોરભાઇ રાઠોડ  સહીત સાંસ્કૃતીક સમીતીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:27 pm IST)