Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

શહેરના હોકર્સ ઝોનમાં દબાણ શાખા નું ચેકીંગ

જયુબેલી વન વે, સંતકબીર રોડ, પુષ્કરધામ રોડ સહિતનાં વિસ્તારમાંથી ૪૦ રેકડી -કેબીન તથા જયુબેલી, ટાગોર રોડ, ચંદ્રેશનગર વિસ્તારમાંથી ર૮૭ કિલો ફળ-શાકભાજી સહિતનો સામાન જપ્ત : કુલ ૩લાખનો દંડ વસુલ્યો

રાજકોટ, તા. ૧૦ : મ્યુ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં છેલ્લા છ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી ૪૦ રેકડી-કેબીન, પરચૂરણ માલ-સામાન,  તથા ૨૮૭ કિલો શાકભાજી-ફળ જપ્ત કરવામાં આવ્યા હતાં. તેમજ ધરમ સીનેમા, સંતકબરી રોડ, ગોવિંદબાગ શાકમાર્કેટ, કોઠારીયા રોડ સહિતનાં પાંચ હોકર્સ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. કુલ ૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  દબાણ હટાવ શાખા દ્વારા ૨ સપ્ટેમ્બર થી ૮ સપ્ટેમ્બર સુધીમાં સંતકબીર રોડ, પુષ્કરધામ, ગાંધીગ્રામ, ૧૫૦ફુટ રીંગ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, જંકશન રોડ સહિતનાં  વિસ્તારમાંથી ૪૦  રેકડી-કેબીન, પરચૂરણ સામાન તથા જયુબેલી, જંકશન, ચંદ્રેશનગર વિસ્તારમાંથી ર૩ર કિલો શાકભાજી ફળ  જપ્ત કરી કુલ રૂ. ૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

(3:17 pm IST)