Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જંગલેશ્વરમાં સગર્ભાએ પેટના દુઃખાવાથી કંટાળી ફિનાઇલ પીધી

રાજકોટ તા. ૧૦: જંગલેશ્વર ભવાની ચોક શિયાણીનગર-૧માં રહેતી સાહિસ્તા અલ્તાફ આદમાણી (ઉ.૨૦)ને સારા દિવસો જઇ રહ્યા હોઇ અને પેટમાં ગાંઠ જેવું પણ થયું હોઇ તેના કારણે દુઃખાવો થતો હોઇ કંટાળીને ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

અન્ય એક સગર્ભાએ ભુલથી બીજી દવા પી લીધી

માંડા ડુંગર પાસે સંજય કાટા નજીક રહેતી પુષ્પા સુશિલ વિશ્વકર્મા (ઉ.૧૯) સગર્ભા હોઇ તેની દવા ચાલુ હોઇ ભુલથી બીજી દવા પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

(1:08 pm IST)