Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કોઠારીયા રોડ હુડકોમાં બ્યુટી પાર્લર સંચાલિકાને જ્વલંત ઉર્ફ જેકી ઠાકર અને તેની પત્નિની ધમકી

એકાદ વર્ષથી નાની-નાની વાતે સતત હેરાનગતિ થતી હોવાનો પટેલ મહિલાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦: કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતાં અને ઘર નજીક જ બ્યુટી પાર્લર ચલાવતાં પટેલ મહિલાને પડોશમાં રહેતાં બ્રાહ્મણ શખ્સ અને તેની પત્નિએ રાત્રેગાળો દઇ ગદડા પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

ભકિતનગર પોલીસે હુડકો કવાર્ટર શેરી નં. ૫૦માં રહેતાં અને ઘર નજીક જ પ્રિયા બ્યુટી પાર્લર ચલાવતાં જ્યોતિબેન પ્રકાશભાઇ કિયાડા (ઉ.૩૯) નામના પટેલ મહિલાની ફરિયાદ પરથી તેના પડોશમાં રહેતાં આશાપુરા ઇલેકટ્રીક શો રૂમવાળા જ્વલંત ઉર્ફ જેકી જીતુભાઇ ઠાકર અને તેના પત્નિ કૃપાલી ઠાકર સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.

જ્યોતિબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે રાતે દસેક વાગ્યે ઘર નજીક ઉભા હતાં ત્યારે જ્વલંત ઉર્ફ જેકી અને તેના પત્નિ કૃપાલીબેને આવી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વધુમાં તેણીએ કહ્યું હતું કે નાની-નાની વાતે છેલ્લા એકાદ વર્ષથી પડોશીઓ પોતાને હેરાન કરે છે. અગાઉ પણ ખોટી રીતે પાણી ઢોળાતુ હોવાનો કેસ કર્યો હતો. ગત સાંજે કૃપાલીબેન અને તેના સાસુએ જેમ તેમ બોલી માથાકુટ કરી હતી. એ પછી રાતે દસેક વાગ્યે કૃપાલીબેનના પતિ આવતાં તેણે  અને કૃપાલીબેને મારકુટ કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. એએસઆઇ સુભાષભાઇ ડાંગરે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)