Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આજનો દિ' મેઘમહેર, કાલથી જોર ઘટશે

ગુરૂથી શનિ સિમિત વિસ્તારોમાં વરસી જાય : દરિયાકાંઠા - બોર્ડર વિસ્તારમાં વધુ શકયતા

આજે સવારે લેવાયેલ ઈન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્રના નીચેના કાંઠાના ભાગોમાં પોરબંદર - વેરાવળ તરફ અને મધ્ય સૌરાષ્ટ્રમાં વાદળાઓની રમઝટ જોવા મળે છે.

રાજકોટ, તા. ૧૦ : છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોટરી લાગી ગઈ. મેઘરાજા છપ્પરફાડ વરસ્યા. ગઈકાલે રાજકોટ શહેરમાં પણ માત્ર એક કલાકમાં દોઢ થી બે ઈંચ ખાબકી ગયો. રાજકોટ મહાનગરપાલિકામાં મોસમનો કુલ ૫૭ ઈંચ નોંધાઈ ગયો છે. દરમિયાન આજનો દિવસ વરસાદી એકટીવીટી જોવા મળશે. આવતીકાલથી જોર ઘટી જશે. ત્યારબાદ અમુક સિમિત વિસ્તારોમાં કયાંક - કયાંક મેઘરાજા વરસી જાય તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે.

ઇસ્ટ-વેસ્ટ શીઅરજોન લેટીટયુડ૨૨ નોર્થ વચ્ચે ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.ની ઉચાઇ પર સક્રીય છે.

એક અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્ય પાકિસ્તાન ઉપર છવાયેલ છે.

ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટકા સુધી સક્રીય છે..

ચોમાસું ધરી નો પશ્ર્ચિમી છેડો ગંગાનગર,કર્નાલ,ઇટાવા થી ઉતર- પુર્વ મધ્યપ્રદેશ પર છવાયેલ લો પ્રેસર સેન્ટર થીઙ્ગડાલ્ટનગંજ,બાંકુરા થી પુર્વી છેડો ઉતર પુર્વ બાય ઓફ બેંગાલ ની ખાડી સુધી લંબાય છે.૨૪/૩૬ કલાક બાદ ચોમાસું ધરી ઉતર વર્તી થાય તેવી શકયતા છે.

ખાનગી વેધર સંસ્થાએ તા.૧૬ સપ્ટેમ્બર સુધીની આગલા રાઉન્ડની જેમજ હજુ આજે અને આવતીકાલ સુધી રાજયના અલગ અલગ વિસ્તારો માં અલગ અલગ દિવસે ઝાપટા,હળવો, મધ્યમ,ભારે વરસાદ પડશે. તા.૧૨ થી વરસાદી એકટીવી ના વિસ્તારો એકદમ ઘટી જશે. આગાહી કરતા જણાવ્યુ છે કે અમૂક દિવસે રાજય ના અમુક સિમિત વિસ્તાર મા વિસ્તારો માં ઝાપટા,હળવો.કયાક ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડશે.રાજય ના કોસ્ટલ વિસ્તાર,બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાત માં એકટીવીટી પ્રમાણ વધુ રહે તેવી શકયતા છે.

તા.૧૫/૧૬ થી છુટાછવાયા વિસ્તાર માં વરસાદ ના વિસ્તારો વધે,એટલે કે પાછલા દિવસો માં ગુજરાત ના ભાગો અને સૌરાષ્ટ્ર વરસાદ નું પ્રમાણ વધે તેવી શકયતા છે.(૩૭.૪)

 

(11:31 am IST)