Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભાયાસરમાં ઢોર બીજાની વાડીમાં જતાં ધનુબેન આહિરનો હાથ ભાંગી નંખાયો

ભરત હુંબલે તમારા ઢોર અમારી વાડીમાં કેમ મુકો છો? કહી હુમલો કર્યો

રાજકોટ તા. ૧૦: સરધાર તાબેના ભાયાસરમાં રહેતાં આહિર મહિલાને ગામના જ આહિર શખ્સે ઢોર વાડીમાં ઘુસી જવા મામલે માથાકુટ કરી ધોકો ફટકારતાં હાથનું કાંડુ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.ભાયાસર રહેતાં ધનબાઇબેન (ધનુબેન)  રાજાભાઇ કુગશીયા (ઉ.૫૦) નામના આહિર મહિલા સાંજે ગામમાં રાવતભાઇની વાડી પાસે હતાં ત્યારે ભરત રાજાભાઇ હુંબલ નામના શખ્સે તમારા ઢોર અમારી વાડીમાં કેમ મુકી જાવ છો? તમારા ઢોરે અમારો માંડવીનો પાક બગાડી નાંખ્યો છે...તેમ કહી ઝઘડો કરી ધોકાથી હુમલો કરી માર મારતાં જમણા હાથની કલાઇમાં ફ્રેકચર થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને યુવરાજસિંહે જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. હેમતભાઇએ ધનુબેનની ફરિયાદ પરથી ભરત સામે ગુનો નોંધ્યો હતો.

(10:50 am IST)