Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઈન્‍દુબાઈ મ.સ. તીર્થધામમાં મહાવીર જયંતિની ભવ્‍ય ઉજવણી

રાજકોટ,તા.૧૦: ગો.સંપ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઈન્‍દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે મહાવીર જયંતિની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાયેલ. સવારે ૭ થી સાંજે ૮:૩૦ સુધી અનેરા આયોજનોની ઉજવણીમાં સવારે ભકતામર પાઠ તથા પચરંગી પાઠ, જેમાં ૧૫ દાતાઓ તરફથી પ્રભાવના કરાઈ હતી. ત્‍યારબાદ શિશુદર્શન રોજ પૂ.મોટા મહાસતીજીના જાપ કરે છે. ત્‍યારબાદ વ્‍યાખ્‍યાન જેમાં ૯:૧૫ થી ૧૦: ૩૦ સુધી મહાવીરનો મહિમા- મહતા  ઉપર બા.બ્ર.પૂ. રંજનાબાઈ મ.બા.બ્ર.ેપૂ.શ્રી સોનલબાઈ મ. તથા બા.બ્ર.પૂ.શ્રી મિનળબાઈા મહાસતીજીએ પ્રવચન ફરમાવ્‍યું હતું. મનને મહાવીરમય બનાવો જીવને જાપમય બનાવો.

પૂ.મોટા સ્‍વામીની સાધનાભૂમિ, પાવનભૂમિ, પ્રેરણાભૂમિ, જે ધરતી પર ૧૪ વર્ષની અખંડ સાધના થઈ હતી. તે ભૂમિમાં પૂ.ગુરૂણીમૈયાના સાંનિધ્‍યનો દિવ્‍ય- અનેરો અહેસાસ દરેક સાધકને થાય છે. આજે નાલંદા તીર્થધામ મહાવીરમય બની ગયેલ છે. અલૌકિક વાતાવરણ, ધર્મભકિતનો માહૌલ શાસન ધ્‍વજનો કાર્યક્રમ સાથે ભજન અને ભકિતમાં સાધકો રસતરબોળ બની ગયા હતા. નાલંદા તીર્થધામમાં માનવમહેરામણ ઉમટી પડેલ તપસ્‍યા પણ પુરબહામાં છે. મોટા સ્‍વામીની સાધનાભૂમિમાં માંગલિક જાપ અવિરત ચાલુ છે. લકી ડ્રોના લાખેણા ઈનામોની વણજાર અનેરી અને અનોખી હતી.

તા.૧૪ને શુક્રવારના રોજ સવારે ૮:૪૫ કલાકે નાલંદા તીર્થધામના આંગણે ભવ્‍યાતિભવ્‍ય પારણાં તથા બહુમાન મહોત્‍સવ છે. અઠ્ઠાઈ, નવાઈ- છકાય, ૧૧ ઉપવાસ, અઠ્ઠમતપ, ચૌલાતપ, અષ્‍ટાંગીતપ, પંચોલતપ, આદિ એક એકથી ચડિયાતા તપ- ત્‍યાગથી નાલંદા તીર્થધામ ધમધમી રહ્યું છે.

શ્રી આદિનાથ ટ્રસ્‍ટ તથા સોનલ સેવા મંડળ સેવા બજાવી રહ્યાં છે. આજે દિલાવર દાતાઓ તરફથી મહાવીર જયંતિ નિમિતે પાંચ પ્રભાવના રાખવામાં આવેલ હતી તથા વીસ દાતાઓ તરફથી સવારે જિનભકિતની પ્રભાવના હતી.

(5:37 pm IST)