Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટ શહેર-જીલ્લામાં રર૦ર મતદાન મથકોઃ ર૦ લાખ ૮૬ હજાર મતદારોઃ તમામ પાસે ઓળખપત્ર કાર્ડઃ કલેકટરની પત્રકાર પરીષદ

૩૧ ઓગષ્‍ટ સુધીનો રેશીયો જાહેરઃ ૧ લી સપ્‍ટેમ્‍બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂઃ ૧પ ઓકટોબર સુધી ચાલશે : ૧૬ અને ૩૦ સપ્‍ટેમ્‍બર તથા ૧૪ ઓકટોબરે તમામ બુથ ઉપર ખાસ ઝુંબેશ : શહેર-જીલ્લાની કુલ વસ્‍તી ૩૧ લાખ ૯૧ હજાર કુલ ૬૩૪ સર્વિસ વોટર જાહેર

રાજકોટ, તા., ૧૦: રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે બપોરે ૪ વાગ્‍યે મહત્‍વની પત્રકાર પરીષદમાં ૧ લી સપ્‍ટેમ્‍બરથી શરૂ થયેલ ર૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલાના મતદારયાદી સુધારણા કાર્યક્રમની વિગતો આપી હતી.

કલેકટરે ઉમેર્યુ હતું કે આ કાર્યક્રમ તા. ૧પ ઓકટોબર સુધી ચાલશે, અને તા. ૧૬-૩૦ સપ્‍ટેમ્‍બર તથા ૧૪ મી ઓકટોબરે  શહેર-જિલ્લાના તમામ કુલ રર૦ર મતદાન મથકો ઉપર મતદારો યાદીમાં નામ-ઉમેરા-કમી-સુધારણા સહિતના ફોર્મ સવારે ૧૦ થી ૬ દરમિયાન ભરી શકાશે, બાકીના દિવસોમાં જે તે મામતલાદર કચેરીએ ફોર્મ સ્‍વીકારાશે.

મતદાન મથકો અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે, પહેલા ર૧પ૮ મતદાન મથકો હતા, તેમાં ૪૪ ઉમેરાના હવે રર૦ર મતદાન મથકો થયા છે, જેમાં ૬૮-રાજકોટમાં ર૪૬, ૬૯માં-૩૦પ, ૭૦માં -રર૭, ૭૧-રાજકોટમાં -૩પ૯, જસદણમાં -રપ૬, ગોંડલ-ર૩પ, જેતપુરમાં -૩૦૪ અને ધોરાજીમાં ર૭૦ મતદાન મથકોનો સમાવેશ થાય છે.

કલેકટરે મતદારો અંગે ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર-જીલ્લાની કુલ ૩૧ લાખ ૯૧ હજાર અને ૮૯૮ ની વસતિ સામે ૩૧ ઓગસ્‍ષ્‍ટની છેલ્લી સ્‍થિતિએ કુલ ર૦ લાખ ૮૬ હજાર મતદારો છે, ટુંકમાં ૬પ.૩૬ ટકા મતદારો છે.

જેમાં ૧૦ લાખ ૮૮ હજાર ૧૪૧ પુરૂષ અને નવ લાખ ૯૮ હજાર ૧ર૦સ્ત્રી મતદારો છે, ફુલ મતદારો ર૦ લાખ ૮૬ હજાર ર૬૧ થવા જાય છે ,

જયારે સર્વીસ વોટર્સ ૭સ્ત્રી સહિત કુલ ૬૩૪ હોવાનું હાલ ફાઇનલ છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે તમામ મતદારો પાસે ઓળખપત્ર કાર્ડ છે, એટલે કે એપીક રેશીયો ૧૦૦ ટકા રાજકોટ શહેર-જીલ્લામાં છે, પત્રકાર પરીષદમાં એડી. કલેકટર શ્રી પરીમલ પંડયા, ચુંટણીમાં છે. કલેકટરશ્રી ધાધલ અને સ્‍ટાફ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:35 pm IST)