Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સિવિલ હોસ્‍પિટલમાં સ્‍વાઇન ફલૂના બે પોઝિટીવ દર્દી સારવાર હેઠળ

બાબરા અને વેરાવળના બે પ્રોૈઢની સઘન સારવાર

રાજકોટઃ સ્‍વાઇન ફલૂના રોગચાળાએ ફરીથી દેખા દેવાનું શરૂ કર્યુ છે. સિવિલ હોસ્‍પિટલમાં બે દર્દી સારવાર હેઠળ છે. જે બંનેના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે. બાબરાના ૫૫ વર્ષના પટેલ પ્રોૈઢ અને વેરાવળ સોમનાથના ૫૫ વર્ષના બાવાજી પ્રોૈઢને કેટલાક દિવસથી તાવ આવતો હોઇ સ્‍થાનિક સારવાર લીધા બાદ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી બંનેને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. અહિ ગઇકાલે રાત્રે બંનેના રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.

(5:30 pm IST)