Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સરકારી કચેરીઓમાં ડેન્‍ગ્‍યુ મચ્‍છરોના અડ્ડા

જિલ્લા પંચાયત, બહુમાળી ભવન, એ.જી. કચેરી, કલેકટર કચેરી, જુની કલેકટર ઓફિસ સહિતના સ્‍થળોએ મેલેરિયા વિભાગનું ચેકીંગ : ટાયર, ડોલ, પાણીના ટાંકા સહિતના સ્‍થળોએ મચ્‍છરના પોરા મળી આવ્‍યા

રાજકોટ તા. ૧૦ : શહેરમાં દિવસેને દિવસે મચ્‍છરજન્‍ય રોગચાળાનો હાહાકાર મચી જવા પામ્‍યો છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખાની જુદી - જુદી ૪ ટીમો દ્વારા સરકારી કચેરીઓ કે જ્‍યાં વિશાળ માનવ સમુહ હોય છે તેવી બહુમાળી ભવન, જિલ્લા પંચાયત કચેરી, કલેકટર ઓફિસ, જુની કલેકટર ઓફિસ, એ.જી. ઓફિસ સહિતની કચેરીઓમાં ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. આ ચેકીં દરમિયાન મચ્‍છર જેમાં ઉકત તમામ કચેરીઓમાંથી ડેન્‍ગ્‍યુ ફેલાવતા એડીસ મચ્‍છરની ઉત્‍પતિ જોવા મળી હોવાનું કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્‍યું હતું.

આ અંગે કોર્પોરેશનની આરોગ્‍ય શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ડેન્‍ગ્‍યુ ફેલાવતા એડિસ મચ્‍છર દિવસે જ કરડે છે. તથા ચોખ્‍ખા અને બંધિયાર તથા વરસાદી પાણીમાં ઉત્‍પન્‍ન થાય છે. આથી આવી કચેરીઓમાં કામ કરતા સ્‍ટાફ તથા કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા અરજદારોને ડેન્‍ગ્‍યુ થવાનું જોખમ રહેલું છે. શહેરના વિવિધ વિસ્‍તારમાં આવેલ કલેકટર ઓફિસ, બહુમાળી ભવન, એ.જી. ઓફિસ તથા જુની કલેકટર ઓફિસ સહિતની સરકારી કચેરીમાં મચ્‍છર ઉત્‍પતિ અંગે ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. આ ચેકીંગ દરમિયાન ઉપરોકત તમામ ઓફિસમાં વિવિધ સ્‍થળોએ મચ્‍છરોના પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવ્‍યો હતો અને દવા - છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી.(૨૧.૩૩)

સરકારી કચેરીઓમાં ડેન્‍ગ્‍યુના મચ્‍છર અટકાયતી અંગે કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગની અપીલ

*     પ્રિમાઇસીસમાં સિન્‍ટેક્ષની ટાંકી, સિમેન્‍ટની ટાંકી, બેરલ વગેરે હવાચુસ્‍ત ઢાંકણની ઢાંકીને રાખવું. નિયમિત દર અઠવાડિયે દરેક સાફ કરવું.

*   પ્રિમાઇસીસમાં, છજ્‍જા, અગાશીમાં કયાંય પણ પક્ષીકુંજ ન રાખવા.

*     ટાયર, થર્મોકોલની શીટ, ડબ્‍બા - ડુબ્‍બી, માટલા વગેરે સહિતના ભંગારનો તાત્‍કાલિક યોગ્‍ય સ્‍થળે કે જયાં વરસાદી પાણી ન ભરાય તથા નિકાલ કરવો.

*     વોટરકુલરની નિયમિત સફાઇ કરવી તથા હવાચુસ્‍ત ઢાંકણ રાખવું.

     *  છોડના કુંડા, ફુલદાની, સુશોભન માટેના પ્‍લાન્‍ટ વગેરેમાં પાણી જમા ન રહે તેની તકેદારી રાખવી.

(5:29 pm IST)