Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બાબરાના પટેલ પ્રોૈઢને સ્‍વાઇન ફલૂઃ પોઝિટીવ રિપોર્ટઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ

રાજકોટ તા. ૧૦: સ્‍વાઇન ફલૂએ ફૂંફાડો મારવાની શરૂઆત કરી દીધી છે. બાબરાના અમરાપરા વિસ્‍તારમાં રહેતાં ૫૫ વર્ષના પટેલ પ્રોૈઢને સ્‍વાઇન ફલૂ લાગુ પડતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલના સ્‍વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા છે. તેમને અઠવાડીયાથી તાવ આવતો હોઇ સ્‍થાનિક દવાખાના તથા અમરેલી હોસ્‍પિટલમાંથી દવા લીધી હતી. એ પછી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી શનિવારે રાત્રે સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સ્‍વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.

(5:25 pm IST)