Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જૈનોની ઉગ્ર રજૂઆતનો પડઘો

પર્યુષણમાં માસ - મટનનું વેચાણ બંધ કરાવવા ચેકીંગ

મ્‍યુ. કમિશ્નરને જૈન સમાજે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત બાદ રાત્રે ઇંડા - માસ - મટનની રેકડીઓ - રેસ્‍ટોરન્‍ટો બંધ કરાવવા આરોગ્‍ય વિભાગને આદેશો અપાયા

રાજકોટ તા. ૧૦ : શહેરમાં પવિત્ર પર્યુષણ માસ દરમિયાન માસ - મટનનું વેચાણ બંધ રાખવા જાહેરનામુ હોવા છતાં ખુલ્લેઆમ માસ - મટન વેચાઇ રહ્યાની રજૂઆત જૈન સમાજ દ્વારા થયા બાદ મ્‍યુ. કમિશ્નરે આજે રાત્રીથી જ ઇંડા - માસ - મટનની રેકડીઓ બંધ કરાવવા આદેશો આપી દીધા છે.

આ અંગે જૈન સમાજના આગેવાનોએ મ્‍યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી કે પર્યુષણ અને શ્રાવણ માસ દરમિયાન કતલખાના - ઇંડા - માસ - મટનનું વેચાણ બંધ રાખવા જાહેરનામુ હોવા છતાં શહેરમાં ખુલ્લેઆમ માસ-ચિકન - ઇંડાની રેકડીઓ અને માંસાહારી રેસ્‍ટોરન્‍ટો ચાલુ રહે છે. જેથી હિન્‍દુ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી રહી છે ત્‍યારે શહેરમાં ગેરકાયદે થતું માંસ - મટનનું વેચાણ અટકાવવા માંગ છે.

જૈન સમાજે માંસ - મટન - ઇંડાની રેકડીઓનું વેચાણ કરતી રેકડીઓ - રેસ્‍ટોરન્‍ટના નામ - સરનામા પણ રજૂ કરતા મ્‍યુ. કમિશ્નરે આ તમામ સ્‍થળોએ ચેકીંગ કરી ઇંડા, ચિકન, મટનનું વેચાણ બંધ કરાવવા આદેશો કર્યા હતા.

આ રજૂઆતમાં જૈન સમાજના પ્રવિણભાઇ કોઠારી, કિરીટભાઇ શેઠ, શીરીષભાઇ બાટવીયા, ઉપેનભાઇ મોદી, સુશીલભાઇ ગોડા, અમીતભાઇ દોશી, જિનેશ મહેતા, મિલેશ મહેતા, મયુરભાઇ શાહ, કમલેશભાઇ શાહ, અનિલભાઇ દેસાઇ, રમેશભાઇ દોમડીયા, સમીરભાઇ કામદાર, પારસભાઇ મોદી, હેમાબેન મોદી, વિરેન્‍દ્રભાઇ સંઘવી, પ્રતિકભાઇ શાહ, શૈલેન શાહ, પીન્‍ટુભાઇ મેઘાણી, મિતલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, ભાસ્‍કરભાઇ પારેખ, નિલેશભાઇ દેસાઇ, યશ શાહ, નિલેશભાઇ દોશી વગેરે આગેવાનો જોડાયા હતા.

(5:18 pm IST)