Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

દેશના ૨૧ રાજયોમાં કેન્દ્રનું શાસન,આમ છતાં કેમ અચ્છે દિન નથીઃ સુશીલ કુમાર શીંદે

પુર્વ કેન્દ્રીય મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી સુશીલકુમાર શીંદેની રાજકોટમાં પત્રકાર : ક્રુડઓઇલનો ભાવ ઘટયો, છતા પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો દિવસેને દિવસે કેમ વધતા જાય છેઃ ભારત ૧૫ દેશોમાં પેટ્રોલ રૂ.૩૪ અને ૨૯ દેશોમાં ડિઝલનું રૂ.૩૭માં વેચાણ કરે છે

 રાજકોટઃ તા.૧૦, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ગઇ સાંજે પુર્વ કેન્દ્રીય મંત્રી, પુર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સુશીલકુમાર શીંદેએ ગઇસાંજે રાજકોટમાં પત્રકાર પરીષદ સંબોધી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આજના બંધના એલાનને સફળ બનાવવા અપીલ કરી હતી

 શ્રી સુશીલકુમાર શીંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલનો ભાવ ૩૭ ડોલર ઘટયો પણ આપણા દેશમાં પેટ્રોલમાં રૂ.૮ અને ડીઝલમાં રૂ.૧૬નો ભાવ વધારો થયો છે. ભારત દેશ અન્ય ૧૫ દેશને પેટ્રોલ રૂ.૩૪ અને ડીઝલ ૨૯ દેશને રૂા ૩૭ પ્રતિ લીટરની કિંમતે વેંચે છે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલનો ભાવ ૧૦૭.૦૯ ડોલર હતો જયારે ભાજપાની પુ.પીએ સરકારમાં ભાવ ઘટી ૭૩ ડોલર થયો પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટવાને બદલે વધ્યો છે.

 તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે મોદી સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં પેટ્રોલ -ડીઝલ પર ટેકસ લગાવી ૧૧ લાખ કરોડ રૂપિયા કમાણી કરી છે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસમાં થયેલા ભાવવધારાનો સામાન્ય લોકો, મધ્યમ વર્ગ, ખેડુતો, ટ્રાન્સપોર્ટર, લધુ અને મધ્યમ ઉદ્યોગકારો મોંઘવારીનાં બોજતળે દબાઇ ગયો છે. ૧૬ મે, ૨૦૧૪નાં કોંગ્રેસની યુ.પીએ સરકારમાં પેટ્રોલ રૂ.૭૧.૪૧ અને ડીઝલનો ભાવ રૂ.૫૫.૪૯ છે જયારે ભાજપા ૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના પેટ્રોલનો ભાવ રૂ.૭૧.૫૫ની ઉંચાઇએ પહોંચી ગયો છે. ક્રુડ ઓઇલનો ભાવ  ૧૨૫ ડોલર સુધી પહોંચી ગયો ત્યારે કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલમાં સબસીડી જાહેર કરી ભાવ કાબુમાં રાખ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, અમેરીકા, મલેશીયા અને ઇઝરાયલને સસ્તુ પેટ્રોલ - ડીઝલ સસ્તામાં વેંચી દેશની જનતા પર ભાવવધારો ઝીંકે છે.

શ્રી શીંદેએ કહયું કે ભાવ-વધારાના લીધે મોંઘવારીએ માઝા મુકી છે સરકારની નફાખોરી લોકોને દઝાડે છે હવે પેટ્રોલ-ડીઝલ જીએસટીના દાયરામાં લાવવું જરૂરી જ નહિ અતિ આવશયક બની ગયું છે. આમ છતા સરકાર એવુ કરતી નથી. ભાજપ અને તેના સાથી પક્ષોનું દેશના ૨૧ રાજયોમાં શાસન છે. આમ છતા કેમ અચ્છે દિન નથી પેટ્રોલ-ડીઝલ સાથે રસોઇ ગેસ, દુધ, દાળ, રેલ્વે ભાડુ, પ્લેટફોર્મ ટીકીટના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે

 ગઇસાંજે યોજાયેલ પત્રકાર પરીષદમાં શહેર કોંગી કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત, ડો. હેમાંગ વસાવડા, વશરામભાઇ સાગઠીયા ઉપસ્થિત રહયા હતા.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(5:11 pm IST)