Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બંધમાં જોડાનાર વેપારીઓ-શાળા સંચાલકોનો આભાર માનતા કોંગી આગેવાનો

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો મોંઘવારી સામે લોકરોષ જોવા મળ્યોઃ અતુલ રાજાણી-ગજેન્દ્રસિંહ ઝાલા

રાજકોટ તા.૧૦: મહાનગરપાલિકાના દંડક વોર્ડનં. ૩ના કોર્પોરેટર અતુલ રાજાણી શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદી મુજબ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલા 'ભારત બંધ'ના એલાનમાં રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં સ્વયંભુ બંધ જોવા મળેલ. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ૨૧૧ ટકા અને ડીઝલ પર ૪૪૩ ટકા એકસાઇઝ ડયુટી ઝીંંકતા ભાવો ભડકે બળે છે. અને આમ આદમીનું બજેટ ખોરવાયું છે. ૨૦૧૪માં ડોલર સામે રૂપિયો ૬૦ પર હતો આજે આજ કિંમત ડોલર સામે ૭૦ને પાર પહોંચી ગઇ છે અને સરકારની બોલતી બંધ થઇ ગઇ છે.

દરમિયાન પેટ્રોલ-ડીઝલ સદી (૧૦૦રૂ.) તરફ આગેકુચ કરી રહયું છે ત્યારે રોમ ભડકે બળે અને નીરો ફીડલ વગાડે છે. પેટ્રોલ-ડીઝલમાં ખુલ્લેઆમ લુંટતી રાજય સરકાર અને કેન્દ્ર સરકારના કારણે મોંઘવારી આસમાને પહોંચી છે. લોકોનું જીવન દોહલ્યું બન્યુ છે ત્યારે રાજય-કેન્દ્ર સરકાર સામે પ્રચંડ લોકરોષ ભભુકતા શહેરેે બંધ પાળ્યો છે બંધમાં સ્વયંભુ જોડાનાર વેપારી મંડળો, વેપારીઓ, સેલ્ફ ફાઇનાન્સ શાળાના સંચાલક મંડળો, રિક્ષા એસોસીએશન સહિત બંધમાં સામેલ તમામનો કોંગ્રેસ વતી શ્રી રાજાણીએઆભાર વ્યકત કર્યો છે.

(4:48 pm IST)