Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વોર્ડ નં.૧૨માં અનોખો વિરોધઃ કોર્પોરેટર સહિત પાંચ ની અટકાયત

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને અનુસંધાને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ કોંગી આગેવાનો કાર્યકરો બંધની અપીલ કરવા નીકળી પડ્યા હતાં.  જે અંતર્ગત વોર્ડ નં.૧૨નાં કોંગી  કોર્પોરેટરો  દ્વારા વિવિધ વિસ્તારમાં ફરી વેપારીઓને ફુલ આપી બંધમાં જોડાવવા અપીલ કરી પ્રેટોલ-ડીઝલનાં ભાવ વધારા સામે અનોખો વિરોધ કર્યો હતો. જેમાં વોર્ડ નં.૧૨નાં કોંગી કોર્પોરેટર વિજય વાંક, સંજય પટેલ તથા આગેવાન જગદીશભાઇ સખીયા, યુવરાજસિંહ ઝાલા, નિલેશભાઇ ભાલાડી સહિતનાં પાંચની ક્રાઇમ બ્રાંચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.ઉપરોકત તસ્વીરમાં વોર્ડ નં.૧૨નાં કોંગી કોર્પોરેટરો-આગેવાનો નજરે પડે છે.(તસ્વીર- અશોક બગથરીયા)

(4:47 pm IST)