Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સાન ફ્રાન્સીસ્કો ખાતે ૧૨મીએ યોજાનાર એવોર્ડ સમારોહમાં મેયર, મ્યુનિ.કમિશનર ઉપસ્થિત રહેશેઃ શુભેચ્છા પાઠવતા પદાધિકારીઓ

 કલાઈમેટ ચેઈન્જ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. જેના અનુસંધાને વૈશ્વિક કાર્બન સર્જન દ્યટાડવા અર્થે ગ્લોબલ કોન્વેન્ટ ઓફ મેયર્સ ફોર કલાઈમેટ એન્ડ એનર્જી બોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટીમાં રાજકોટ શહેરના મેયર મેમ્બરશિપ ધરાવે છે. રાજકોટ શહેર અગાઉ ૨૦૧૬માં નેશનલ અર્થ અવર કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી થયેલ   અને ફરી ૨૦૧૭-૧૮માં પણ રાજકોટ શહેરની નેશનલ અર્થ અવર કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી થયેલ છે અને આ એવોર્ડ સેરેમનીમાં મેયર બિનાબેન આચાર્ય સાન ફ્રાન્સિસ્કોખાતે વન પ્લેનેટ સિટી ચેલેન્જ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, ભાજપ અગ્રણી મનસુખભાઈ જાદવ વિગેરેએ મેયર બીનાબેન આચાર્યને પુષ્પગુચ્છ અર્પણ કરી, શુભેચ્છા પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:44 pm IST)