Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઉપલેટામાં ઈકો અને એજયુકેશન ફ્રેન્‍ડલી ગણેશા

વ્‍યસનમુકિત અને ભ્રુણ હત્‍યાના સંદેશા સાથે સિક્કા સોશ્‍યલ ગ્રુપનું આયોજન : ઘાસ, સ્‍કેચપેન, પેન્‍સીલ, સંચા, રબ્‍બર, ફૂટપટ્ટી, વોટર કલર જેવા શૈક્ષણિક સાધનોથી ૬ થી ૬ && ફૂટની મૂર્તિ બનાવાય છે, જે બાળકોને વિતરણ કરાય છેઃ દરરોજ સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ રાહતદરે રોપાવિતરણ

રાજકોટ,તા.૧૦: ગણપતિ ઉત્‍સવનું આયોજન રાજકોટ- સૌરાષ્‍ટ્રમાં અનેક જગ્‍યાએ થાય છે. પરંતુ ઉપલેટામાં નોખુ અનોખુ આયોજન સિકકા સોશ્‍યલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. બાળકોના શૈક્ષણીક સાધનોના ઉપયોગથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે અને જે વિસર્જન સમયે આ શૈક્ષણિક સાધનો કાઢી આ તમામ વસ્‍તુઓ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવે છે. સાથોસાથ દરરોજ સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજન પણ થાય છે. સાથોસાથ એક હજાર રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.

ઉપલેટામાં છેલ્લા ૫ વર્ષથી ઈકો અને એજયુકેશન ફ્રેન્‍ડલી ગણેશાનું આયોજન કરવામાં આવે છે. આ ગણેશાની મૂર્તિ સંપુર્ણ ઈકો ફ્રેન્‍ડલી બનાવવામાં આવે છે. આ ગણેશા ઘાસ, ગુંદર, સ્‍કેચપેન, પેન્‍સીલ, સંચા, ચેક રબ્‍બર, ફુટપટી, વોટર કલર જેવી શૈક્ષણિક સાધનોથી  બનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં માત્ર ૧ ફૂટની માટીની મંગલમુર્તિનું જ વિસર્જન કરવામાં આવે છે. મુખ્‍ય મુર્તિ માંથી શૈક્ષણિક સાધનો કાઢી લઈ વિસર્જન સમયે પ્રસાદરૂપે જરૂરીયાત મંદ બાળકોને આપવામાં આવે છે.

છેલ્લા ૫ વર્ષમાં ૩૫,૦૦૦થી પણ વધુ શૈક્ષણિક સાધનોનું વિતરણ સિક્કા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. અગિયાર દિવસ ચાલતા આ ગણેશોત્‍સવામાં બાળકો માટે મટકી ફોડ, ચિત્ર સ્‍પર્ધા, ડાંસ સ્‍પર્ધા, ગ્રુપ ડાંસ સ્‍પર્ધા, બાળ લોક ડાયરો, વેશભુષા, આરતી ડીશ સ્‍પર્ધા, દાંડીયા રાસ જેવા કાર્યક્રમ  રાખવામાં આવે છે.

આ ગણેશોત્‍સવમાં પીઠડ કૃપા ગ્રુપ, દાનાભાઈ ચંદ્રવાડીયા, રોહીતભાઈ ચુડાસમા, ભાવેશભાઈ સુવા, અલ્‍પેશભાઈ વોરા, મહેન્‍દ્રભાઈ મકવાણા, રાધે ઈન્‍ડસ્‍ટ્રીઝ, ગીરીશભાઈ વેકરીયા, સુરેશભાઈ પરમાર, જયેશભાઈ કાછેલા, વિપુલભાઈ ભરડવા, ભાવિનભાઈ કાલરીયા એન્‍ડ ગ્રુપ તેમજ ડોમસ ઈન્‍ડસ્‍ટ્રીઝનો સહયોગ મળેલ છે. ભ્રણુ હત્‍યા, વ્‍યસન મુકિત, સ્‍વછતા અભિયાન જેવા સંદેશ આપવામાં આવે છે. તેમજ સી.સી.ટી.વી.કેમેરાથી સંપૂર્ણ સજ્જ ગણેશોત્‍સવનું અયાોજન થયું છે.

આ ગણેશોત્‍સવના ફંડની ૯૦ ટકા રકમ માત્ર બાળકોના કાર્યક્રમો અને પ્રસાદી માટે વાપરવામાં આવે છે તથા ઉપલેટા ગામમાં નિસ્‍વાર્થ વિનામુલ્‍યે સેવા કરતા તપોધન વ્‍યકિતઓ ભાનુબેન ચંદ્રવાડિયા, લાલજીભાઈ રાઠોડ, પ્રો.મોરી, પરસોત્તમભાઈ સોજિત્રા, જયેન્‍દ્રસિંહ (હકુભા) વાળા, નીતાબેન માંડલીયાનું સન્‍માન કરવામાં આવશે.

આયોજનમાં હરી સુવા (મો.૯૮૨૫૫ ૧૬૩૮૦), વી.ડી.બાલા, ધવલ ચંદ્રવાડિયા, મહેશ દાવડા, મહેશ ચંદ્રવાડિયા, નિકુલ ચંદ્રવાડિયા, અશ્વીન સોલંકી વિ.જોડાયા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:24 pm IST)