Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રેસકોર્ષ મેદાનમાં સિધ્ધી વિનાયક ધામનું સર્જન કરવા શહેર ભાજપ સજ્જ

ગુરૂવારે વાજતે ગાજતે સામૈયાઃ ર૩ મી સુધી દરરોજ મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોઃ સમીતીઓની રચના

રાજકોટ, તા., ૧૦: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ ગણેશ ચતુર્થીના તા.૧૩ સપ્ટેમ્બરથી તા.ર૩ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.તા.૧૩ થી તા.ર૩ સપ્ટેમ્બર સુધી રેસકોર્ષ ઓપન એર થીયેટર, સિધ્ધી વિનાયક ધામ ખાતે દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સેવાકીય કાર્યક્રમો તેમજ ધાર્મીક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવેલ છે.

શહેર ભાજપ આયોજીત ગણપતિ મહોત્સવની છેલ્લા અગીયાર વર્ષની અપ્રતીમ સફળતા બાદ બારમાં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે આ શ્રી ગણપતી મંગલ મહોત્સવ કાર્યક્રમનું શાનદાર સફળ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ, સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એસોસીએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી સમગ્ર મહોત્સવ દરમ્યાન અનેકવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોના ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આશીવર્ચનો પાઠવશે. આ મંગલ મહોત્સવમાં અનેકવિધ સેવાકીય તથા વિવિધ સ્પર્ધાઓનું પણ ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.

સમગ્ર ગણપતિ મંગલ મહોત્સવને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણીએ વિવિધ સમિતિઓની ઘોષણા કરેલ છે. જેમાં મુખ્ય માર્ગદર્શક તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી નીતિનભાઇ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અંજલીબેન રૂપાણી, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કાશ્મીરાબેન નથવાણી, ગ્રાઉન્ડ લાઇટ, માઇક સમિતિમાં કેતનભાઇ પટેલ, ગણપતિ મુર્તિ શણગાર સમિતિમાં દેવાંગ માંકડ અને દિનેશ કારીયા, આરતી સમિતિમાં પ્રફુલભાઇ કાથરોટીયા, અશોક લુણાગરીયા, સુરેન્દ્રસિંહ વાળા, અશ્વિન પાંભર, મનુભાઇ વઘાસીયા, સંજય ધવા, રમેશ શીંગાળા, રસિકભાઇ પટેલ, લાલાભાઇ મીર, અતુલ પોકર, રમેશ રાઠોડ, પુર્વેશ ભટ્ટ, વિપુલ પાંભર, શકિત રાઠોડ, પાર્થરાજ કામલીયા, અરવિંદ સગપરીયા, હિરેન કરેડ, જીતુભાઇ જાની, રસિક સાવલીયા, ભરત સગપરીયા, રામદેવસિંહ જાડેજા, સ્મિત ચાવડા, શુભેન્દુ ગઢવી, પ્રીયાંક આંબલીયા, આનંદ જાવીયા, જય શાહ, નરેશ મહતા સેવા આપશે.

સ્વાગત અને નિમંત્રણ સમિતિમાં અશ્વિન મોલીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, કશયપ શુકલ, મનીષ રાડીયા, દિવ્યરાજસિંહ ગોહિલ, મયુર શાહ, પુષ્કર પટેલ, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, જયમીન ઠાકર, વલ્લભ દુધાત્રા, પ્રસાદ સમિતિમાં રાજુભાઇ બોરીચા, બાબુભાઇ આહીર, દેવદાન કુંગશીયા, રસીક બદ્રકીયા, રામદેવભાઇ આહીર, મનસુખ પીપળીયા, પોપટભાઇ ટોળીયા, નિલેશ ખુંટ, લાલજીભાઇ બારૈયા, લખધીરસિંહ જાડેજા, ગંભીરસિંહ ચાવડા, કમલેશ પંચાસરા, હિતેશ મારૂ, હસુભાઇ કેરાળીયા, નાગજીભાઇ વરૂ, ભરતસિંહ ચુડાસમા, જીતુભાઇ ચોૈહાણ, રાજુભાઇ સરવૈયા, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિમાં કિશોર રાઠોડ,  માધવ દવે, બટુકભાઇ દુધાગરા,રાજુ ઘેલાણી, નયનાબેન પેઢડીયા, કંચનબેન સિધધપુરા, પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયા, જીજ્ઞેશ ગોવસ્વામી, સી.ટી.પટેલ, જયેશ લાઠીયા, રાબીયાબેન સરવૈયા, સંગીતનાબેન છાયા, ચારૂબેન ચોૈધરી, કલ્પનાબેન કિયાડા, વયોત્સનાબેન હળવદીયા, મધુબેન કુંગશીયા, ડો. દર્શીતાબેન શાહ, રમેશ ઉધાડ, રમેશ અકબરી, રક્ષાબેન બોળીયા, હરપાલસિંહ જાડેજા, રસીલાબેન સાકરીયા, જયશ્રીબેન પરમાર, સોનલબેન ચોવટીયા, હંસાબેન કામલીયા, દુર્ગાબેન જાડેજા, અરૂણાબેન આડેસરા, માધવીબેન ઉપાધ્યાય, જાગૃતિબેન ઘાડીયા, દક્ષાબેન ભેસાણીયા, જશુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, વર્ષાબેન રાણપરા, દેવુબેન જાદવ, મીનાબેન પારેખ, કિર્તીબા રાણા, દક્ષાબેન વસાણી, પલ્લવીબેન પોપટ, મીતાબેન વાછાણી, ભારતીબેન રાવલ, પ્રકાશબા ગોહિલ, ભારતીબેન પરસાણા, મનીષાબેન શેઠ, સુમીત ભલસોડ, મહેશ બથવાર, રૂપાબેેન શીલુ, ભાવનાબેન મહેતા, કીરણબેન હરસોડા, ૫૬ ભોગ સમિતિ મોહનભાઇ વાડોલીયા, જેરામભાઇ પ્રજાપતી સેવા આપશે.

પાર્કિગ સમિતિમાં રાજુભાઇ અઘેરા, ડી.બી. ખીમસુરીયા, એન.જી. પરમાર,, મહેશ અઘેરા, હર્ષ વઘાસીયા, મીડીયા સમિતિમાં નીતિન ભૂત, હરેશ જોષી, નિરજ પાઠક, જયંતભાઇ ઠાકર, રાજન ઠક્કર. હિસાબ સમિતિ અનિલભાઇ પારેખ, પ્રવિણભાઇ ડોડીયા, સુશોભન સમિતિમાં રઘુભાઇ ધોળકીયા, મનીષ ભટ્ટ, નિલેશ જલુ, પ્રદિપ ડવ, જીજ્ઞેશ જોશી, રાજુભાઇ ચોૈહાણ, પંકજભાઇ ભેસાણીયા, જે.પી. ધામેચા, કિશોર પરમાર, રાજન સિંધવ, વિપુલ માખેલા, ભાવેશ દેથરીયા, જયેશ પાઠક, ભોજન સમિતિમાં રામભાઇ પટેલ, રમેશ જોટાંગીયા, રાજુ કુંડલીયા, પંકજ ભાડેશીયા, પગરખા સમિતિમાં  નવિન પાટડીયા તથા તેની ટીમ, સોશ્યલ મીડીયામાં નિશીથ ત્રિવેદી, હાર્દિક બોરડ, નીખીલેશ રાઠોડ, ધીરેન્દ્રસિંહ જાડેજા, હર્ષ જોષી, પ્રતિક શાહ, મનોજ ગેરૈયાની નિમણુંક કરવામાં આવેલ છે.

(4:23 pm IST)