Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ધાત્રી માતાઓને સ્‍તનપાનની વૈજ્ઞાનિક પધ્‍ધતિથી માહીતગાર કરાઇ : ઇન્‍ડિયન લાયન્‍સ કલબનુ જાગૃતિ અભિયાન

રાજકોટ : ઇન્‍ડીયન લાયન્‍સ નેશનલ ચેરમેન હિતેશભાઇ પંડયાના જન્‍મ દિવસની ઉજવણીના ભાગરૂપે ‘નેશનલ ચેરમેન-ડે'  મનાવવામાં આવ્‍યો હતો. આ દિવસે વિશ્વ સાક્ષરતા દિવસ હોવાથી બાળકોને સ્‍તનપાન કરાવવા માટેની વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ધાત્રી માતાઓને માહીતગાર કરવામાં આવી હતી. મહારાષ્‍ટ્રમાં ધાત્રી માતાઓના સપોર્ટમાં ‘મધર સપોર્ટ ગ્રુપ' ચલાવવામાં આવે છે એજ પ્રકારે ગુજરાત કક્ષાએ ‘મધર સપોર્ટ ગ્રપુ' ચલાવવા સ્‍થાપના કરી પહેલ કરાઇ હતી. ગુજરાતના ડોકટરો, નસીંગ સ્‍ટાફને તાલીમ આપવાના કાર્ય સાથે જોડાયેલ નામાકીત તાલમબધ્‍ધ ટીમ  જોડાઇ છે. કોઇપણ ફી લીધા વગર આ સભ્‍યો માનદ સેવા આપશે. યુનીસેફના ડેટા મુજબ સ્‍તનપાનની બેદરકારીથી ૨૨% જેટલા બાળકો મૃત્‍યુને ભેટે છે. આ દર નીચે લાવવા નવો વૈજ્ઞાનિક અભિગમ અપનાવાયો છે. આ કાર્યક્રમમાં પોપટપરા વિસ્‍તારના મીનાબેન કે જેઓ બ્‍યુટીપાર્લરના વ્‍યવસાય સાથે પરિવારની જવાબદારી વહન કરી રહ્યા છે અને આવકની ૧૦% રકમ જરૂરતમંદ લોકોના શિક્ષણ માટે ફાળવી રહ્યા હોય આ તકે તેઓનું સન્‍માન કરાયુ હતુ. ઇન્‍ડીયન લાયન્‍સ ફ્રેન્‍ડસ કલબના ડો. જયોતિ હાથી, ડો. કલપેશ હાથી, ડો. ડી. એ. ચૌહાણ, ડો. હરેશ ભાડેસિયા, સિવીલ હોસ્‍પિટલના અધિક્ષક ડો. મનીષ મહેતા,સ્ત્રી આરોગ્‍ય કાર્યકર પ્રમોશનલ કોર્ષના અધિક્ષક પાંચાણી મેડમ, ડો. દેવેશ જોશી, ડો. જયતિ બુચ, મહીલા કોલેજના પ્રાધ્‍યાપક ગિરાબેન માંકડ, જિ.પં. રાજકોટના ડીપીએચએન રીટાબેન, આંગણવાડીના પ્રોગ્રામ ઓફીસર વત્‍સલાબેન, સીડીપીઓ તૃપ્‍તિબેન ઉપસ્‍થિત રહ્યા હતા. છોટુનગર આંગણવાડીના દક્ષાબેન, પ્રજ્ઞાબેન, સ્‍વાતિબેને સહકાર આપેલ. તેમજ વિભાગીય તાલીમ કેન્‍દ્રના ભારતીબા જાડેજા, તૃપ્‍તીબેન, ભારતી કાપડીયા, પારૂલબેન, જયશ્રીબેને કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.

(4:22 pm IST)