Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રવિવારે બગસરામાં શ્રીબાઇ માતાજી તીથી ઉત્સવ

વાટલિયા પ્રજાપતિ સમાજનું આયોજન : તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

રાજકોટ તા. ૧૦ : શ્યામ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બગસરા દ્વારા આગામી તા. ૧૬ ના રવિવારે શ્રી બાઇ માતાજીનો ૯ મો તીથી ઉત્સવ ઉજવવા ધામધૂમભર્યુ આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા ટ્રસ્ટના આગેવાનોએ જણાવેલ કે તા.૧૬ ના રવિવારે ભોજલરામ પટેલ વાડી, ધારી બાયપાસ રોડ, નદી કાંઠે આયોજીત આ ઉત્સવને ધ્યાને લઇને તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના મુખ્ય મથક બગસરા શહેરમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજના આગેવાનો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે. સંતો મહંતોના આશીર્વચનો સાથે શોભાયાત્રા યોજવામાં આવશે.

સાથો સાથ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા સરસ્વતી સન્માન સમારોહ પણ ગોઠવવામાં આવેલ છે.

કાર્યક્રમોની રૂપરેખા મુજબ સવારે ૭ વાગ્યે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાશે.  જે રમેશભાઇ માળવીના નિવાસસ્થાનેથી આરંભ થઇ મહોત્સવ સ્થળે પહોંચશે. સવારે ૧૦ વાગ્યે આરતી તેમજ દીપપ્રાગટય, ૧૦ થી ૧૧.૩૦ વિદ્યાર્થી સન્માન, ૧૧.૩૦ ભોજન પ્રસાદ, ૩ વાગ્યે સંતોના આશીર્વચન અને દાતાઓનું સન્માન, સાંજે ૭ વાગ્યે મહાઆરતી, ૭.૩૦ વાગ્યે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ વાગ્યે ડાયરો-સંતવાણી કાર્યક્રમ રાખેલ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્યામ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ મનસુખભાઇ ગોંડલિયા (મો.૯૪૨૮૭ ૧૨૯૮૦) તેમજ અરવિંદભાઇ સરવૈયા (મો.૯૬૬૨૦ ૧૩૭૦૦), નિકુંજભાઇ સરવૈયા (મો.૯૮૨૫૨ ૧૪૩૦૩, દિનેશભાઇ જેઠવા (મો.૯૬૨૪૬ ૧૫૧૯૨), કુણાલભાઇ જેઠવા (મો.૮૮૬૬૭ ૬૮૫૭૫)ના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.

તસ્વીરમાં સમગ્ર ઉત્સવની વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:22 pm IST)