Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ દ્વારા ઇન્ટર સ્કુલ કબડ્ડી સ્પર્ધા સંપન્ન

રાજકોટ તા. ૧૦: કબડ્ડીની રમતને આગળ ધપાવવા રાજયની પોતાની પ્રો-કબ્બડી ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ દ્વારા લીટલ જાયન્ટસ ઇન્ટર સ્કૂલ કબ્બડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરની ૩ર સ્કૂલોએ ભાગ લીધો હતો અને લીગ ફોર્મેટથી સ્પર્ધામાં જોડાઇ હતી. રાજકોટની ચાર વિજેતા ટીમમાં ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ, મોદી સ્કૂલ સીબીએસઇ, સર્વોદય ગુજરાતી સ્કૂલ અને માસુમ સ્કૂલનો સમાવેશ થયો હતો. આ ટીમો હવે ૧૬મીએ  પોતાની રેઇડ અને ટલેકલ્સનું ફાયનલ સ્પર્ધામાં પ્રદર્શન કરશે.

(4:20 pm IST)