Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હસમુખ રાઠોડ હત્યા કેસમાં સ્પે.પી.પી. તરીકે એડવોકેટ ડી.પી. ભટ્ટની નિમણૂંક

રાજકોટના ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલ સામે થયેલ

રાજકોટ તા.૧૦: રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ સામે તા. ૧૪-૧-૧૭ના હસમુખ લવજીભાઇ રાઠોડ નામના યુવાનની ઘાતકી હત્યા નિપજાવેલ હોવાના ચાલું કેસમાં ફરિયાદ પક્ષે યોગ્ય નિષ્પક્ષ તટસ્થ ઉચિત ન્યાયની માંગ થતાં કાયદા વિભાગ-ગાંધીનગર દ્વારા ભુતપુર્વ સરકારી વકીલશ્રી ડી.પી. ભટ્ટની સ્પે. પી.પી. તરીકે નિમણૂંક કરતો હુકમ કરેલ છે.

રાજકોટમાં નામચીન ગુનેગારો પૈકીનાં વિનોદ ઉર્ફે બાડો, વિજય  ઇરફાન રાઠોડ, બળવંત ઉર્ફે પરિયો, વિપુલ સોલંકી વિગેરે સિલ્વર કલરની એસેન્ટ કાર માં સમાધાનના બહાના તળે ઘાતક હથિયારો સાથે સજ્જ થઇ આવીને હસમુખ રાઠોડ નામના નિર્દોષ યુવાનની ઘાતકી રીતે પેટ, છાતીમાં વાસામાં છરીના જીવલેણ ઘા મારી તથા ધોકા વડે શરીરના નાજુક ભાગો પર ઘા મારી ગંભીર ઇજાઓ કરતાં આશાસ્પદ યુવાનનંુ મોત નિપજેલ હતું.

વકીલશ્રી ડી.પી. ભટ્ટની તાજેતરમાં ગુજરાતના હાર્ડકોર ક્રિમીનલ જુસબ સાંધ જેવા ખુંખાર મર્ડરર દ્વારા ભાડેર પ્રોૈઢના હત્યા કાંડમાં માગણી થતા સ્પે. પી.પી. તરીકે નિમણૂંક કરાયેલ છે. ભુતપુર્વ સરકારી વકીલ તરીકે શ્રી ડી.પી. ભટ્ટ ગુજરાત / સોૈરાષ્ટ્ર પંથકના ભુમાફિયા બલી ડાંગર-ભરત કુંગશીયા કે જે કાયદાની ઐસીતૈસી કરી રીવોલ્વર જેવા ઘાતક હથિયારો સાથે સરાજાહેર હત્યા કરનારા અનેક ખુન-મારામારીમાં ચોપડે ચડેલા, ઉપરાંત ભુ.પુ. મેયર શ્રી અશોકભાઇ ડાંગર તથા મહિલા પો.સ. પીઆઇ વાઘેલા અને અન્ય ચકચારી સંવેદનશીલ કેસોમાં નિષ્ઠા, પ્રમાણિકતા પુર્વક એક કાર્યદક્ષ કર્તવ્યનિષ્ઠ પી.પી. તરીકે પવિત્ર ફરજ બજાવી છે.

(4:19 pm IST)