Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જિલ્લા પંચાયત કચેરી સવારમાં ખૂલીઃ બપોરે મોભીઓનુ 'માન' રાખ્યુ !

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં હિતેષ વોરા અને અર્જુન ખાટરિયા સહિતના અગ્રણીઓ બંધને સફળ બનાવવા નીકળેલ  પ્રસંગની તસ્વીર

રાજકોટ તા. ૧૦ : કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે બપોરે ર વાગ્યા સુધી બંધનું એલાન આપેલ પરંતુ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં સવારે તેની કોઇ અસર જોવા મળેલ નહિ. પંચાયતના મુખ્ય પ્રવેશદ્વારે જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. સવારે ૧૦-૩૦ વાગ્યે કર્મચારીઓ રાબેતા મુજબ કામે વળગ્યા હતા. કોઇ બંધ કરાવવા આવે તેવી કેટલાક કર્મચારીઓ રાહ જોતા હતા તે આશા બપોરે ફળી હતી.

બપોરે ૧ર-૩૦ વાગ્યા આસપાસ અર્જુન ખાટરિયા હિતેષ વોરા, પરસોતમભાઇ લુણાગરિયા, શૈલેષ કપુરિયા, ચંદુભાઇ શીંગાળા, મેઘાભાઇ સાકરિયા, સુરેશ બથવાર વગેરેએ પંચાયત કચેરીમાં ફરી બંધમાં જોડવા અપીલ કરતા કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. બંધની અપીલમાં બાગી જુથના કોઇ ડોકાયેલ નહિ. જિલ્લ પંચાયતમાં સવારથી જ બંધ પ્રભાવક ન રહેવા માટે કોંગ્રેસના સંકલનનો અભાવ કારણભુત ગણાય છે.

(4:16 pm IST)