Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મહિલા કોંગ્રેસની ટીમ માર્ગો ઘુમી વળીઃ બંધમાં જોડાવવા અપીલ

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને અનુસંધાને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ કોંગી આગેવાનો કાર્યકરો બંધની અપીલ કરવા નીકળી પડ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં શહેરનાં થોરાળા, હોસ્પિટલ ચોક, પરાબજાર સહિતનાં વિસ્તારમાં શહેર કોગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા વેપારીઓને બંધમાં જોડાવવા અપિલ કરવામાં આવી હતી . જે તસ્વીરમાં દર્શાય છે.(તસ્વીર-અશોક બગથરીયા)

(4:16 pm IST)