Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જૂગારના ત્રણ દરોડાઃ રૂ. ૨.૮૪ લાખની રોકડ સાથે ૨૦ પકડાયા

રાજકોટ તા. ૧૦: જૂગારના ત્રણ સ્થળે દરોડો પાડી ૨૦ શખ્સોને પકડી લઇ રૂ. ૨,૮૪,૦૦૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી. આ દરોડા ક્રાઇમ બ્રાંચ, તાલુકા પોલીસ અને માલવીયાનગર પોલીસે પાડ્યા હતાં. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા અને એસીપી બી. બી. રાઠોડની સુચના અંતર્ગત આ દરોડા પાડવામાં આવ્યા હતાં.

ક્રાઇમ બ્રાંચનો દરોડો

મવડી મેઇન રોડ પર નવસર્જન મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગના ચોથા માળે એક ઓફિસમાં જૂગાર રમાઇ રહ્યાની બાતમી ડીસીબીના કોન્સ. ક્રિપાલસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી ઓફિસ માલિક તથા તેની સાથે તિનપત્તી રમી રહેલા યોગીરાજ રામકુભાઇ કોટીલા (ઉ.૩૫-રહે. ગોકુલધામ બ્લોક નં. ૫૫), હિતેષ જયકરભાઇ પંચોલી (ઉ.૩૫-રહે. આશાજીવન એપાર્ટમેન્ટ સ્વામીનારાયણ નગર-૧),  બિમલ વિરજીભાઇ શીંગાળા (ઉ.૩૧-રહે. સુભાષનગર નંદા હોલ પાછળ) સહિત પાંચને પકડી લઇ રૂ. ૨,૫૨,૦૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

આ દરોડામાં એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. જાડેજા, એએસઆઇ જગદીશભાઇ કિહોર, હેડકોન્સ. ચંદ્રસિંહ જાડેજા, ભુપતભાઇ દેસાઇ, ક્રિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, સુધીરસિંહ જાડેજા, હરશ્યામસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા સહિતના જોડાયા હતાં.

તાલુકા પોલીસે જાહેરમાં પત્તા રમતાં શખ્સોને પકડ્યા

જ્યારે તાલુકા પોલીસે ગોંડલ રોડ રસુલપરા શકિતનગર-૪માં દરોડો પાડી જાહેરમાં પત્તા ટીચતા આ વિસ્તારના મહેન્દ્ર ઉકાજીભાઇ પઢીયાર (ઉ.૩૫), હસમુખ નરસીભાઇ ભરડવા (ઉ.૨૭), કમલેશ મગનભાઇ વામજા (ઉ.૩૫), હસુ સુખાભાઇ રાઠોડ (ઉ.૪૦), રાજેશ ભુપતભાઇ ગોહેલ (ઉ.૨૮) અને અરવિંદ બટુકભાઇ ડાભી (ઉ.૪૫)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૨૦૧૮૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ જી.એસ. ગઢવી, એએસઆઇ ડી.વી. ખાંભલા, રાઇટર પદુભા રાણા, હેડકોન્સ. એ. કે. કવાડીયા, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, નગીનભાઇ ડાંગર, ગોપાલસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, હિરેનભાઇ સોલંકી, અરજણભાઇ ઓડેદરા સહિતે દરોડો પાડ્યો હતો.

મહિલા સંચાલીત જુગારધામમાં માલવીયાનગર પોલીસનો દરોડો

જ્યારે ત્રીજા દરોડામાં માલવીયાનગર પોલીસે ઉદયનગર-૬ હરિ પાર્ક ઇન્દ્રપ્રસ્થ હોલવાળી શેરીમાં રહેતાં ભાનુબેન નારણભાઇ પાલીયા (ઉ.૫૯)ના ઘરમાં દરોડો પાડી તેને તથા વિનોદ ઘનશ્યામભાઇ દેવમુરારી (ઉ.૩૪), આશાબેન અશોકભાઇ કુબાવત (ઉ.૩૮), મનહરબા રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬), મધુબેન પરબતભાઇ મોડયાસીયા (ઉ.૪૩), પ્રજ્ઞાબેન મુકેશભાઇ ટીલાવત (ઉ.૪૦), વિલાસબેન મહિપતભાઇ સરવૈયા (ઉ.૨૮), જનકબા રામસંગજી જાડેજા (ઉ.૫૮), ઇન્દુબા રામદેવસિંહ ઝાલા (ઉ.૬૦)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૧૮૩૦ની રોકડ કબ્જે લીધી હતી.

પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. દિલીપસિંહ જાદવ, કોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. મુકેશભાઇ લોખીલ, ભાવેશભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા સહિતે પાડ્યા હતાં.

(3:58 pm IST)