Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ધારીમા ફોરેસ્ટરની હત્યાના કેસમાં રાજકોટના એડવોકેટ અનિલ દેસાઇની સ્પે. પી.પી. તરીકે નીમણુંક

રાજકોટતા ૧૦: દલખાણીયા રેન્જનાં ફોરેસ્ટના ટ્રેકર ધર્મેન્દ્ર વાળાની હત્યાના બનાવમાં હત્યા કેસમાં રાજકોટનાં ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇની ખાસ સરકારી વકીલ તરીકે નીમણુંક કરવામાં આવેલ છે.

ધારી તાલુકાના ચાંચઇ પાણીયાનાં દ. ધર્મેન્દ્ર વાળાની ગેરકાયેદસર સીંહ દર્શનની ના કહેતા થયેલ બબાલમાં નિર્મમ હત્યા કરાઇ હતી.

ધારી ફોરેસ્ટ અને ખાસ કરીને સીંહ પ્રેમીઓમાં તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજને હચમચાવી નાખનાર ચા ચકચારી હત્યા કેસની વિગત એવી છે કે, ધારી રેન્જમાં આવેલ બોરડી વિસ્તારમાં બીનકાયદેસર રીતે અમુક મુસ્લીમ શખ્સો દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવા બાબતે થયેલ ણસલમાં અમુક મુસ્લીમ ઇસમો દ્વારા ફોરેસ્ટના નોકરીયાતો સાથે થયેલ ટસલમાં ફોરેસ્ર્ટના ટ્રેકર ધર્મેન્દ્ર વાળાની તા. ૦૪/૦૩/૨૦૧૭ નારોજ છરી તેમજ ઘાતક હથીયાર દ્વારા નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી.

આ બનાવ અંગે મૃતક ધર્મેન્દ્ર વાળાના ફોરેસ્ટ ખાતાના નોકરીયાત નરેશભાઇ ગોલણભાઇ રહે. દલખાણીયા દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઇ હતી.

સદર કેસમાં પોલીસે જીણવટભરી તપાસ ચલાવવામાં આવી હતી. આ હત્યા પ્રકરણમાં પાંચ આરોપીઓની ધરપકડ કરછામાં આવેલ હતી. જેઓ હાલ અમરેલી સબજેલમાં છે. હમણા થોડા સમય પહેલા કેસના કાગળો સાથેનું ચાર્જશીટ ઓાલતમાં રજુ કરેલ છે.

રાજુલાની એડીશ્નલ સેસન્સ કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવેલ તે દશમ્યાન મરણ જનાર ધર્મેન્દ્ર વાળાનાં પિતા જયરાજ વાળા તથા જ્ઞાતિની ઉગ્ર રજુઆત અને માંગણીને ધ્યાને લઇને તા. ૨૭/૮/૧૮ ના રોજ રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા સ્પે. સરકારી વકીલ (પબ્લીક પ્રોસીકયુટર) ની નીમણુંક કરવાનો આદેશ કર્યો છે. અને રાજકોટના ખ્યાતનામ એડવોકેટ અનિલભાઇ દેસાઇની આ ચકચારી હત્યા કેસમાં સ્પે. પી.પી. તરીકે નીમણુંક કરવામાં આવી છે.

રાજકોટ શહેરના જાણીંતા એડવોકેટ અનિલ દેસાઇ હાલમાં રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ છે અને અગાઉ પાંચ વર્ષ સુધી રાજકોટ પબ્લીક પ્રોસીકયુટર તરીકેની ખુબજ અસરકારક રીતે કામગીરી કરી ચુકયા છે. ગુજરાત રાજય સરકાર દ્વારા અગાઉ પણ સોૈરાષ્ટ્રભરમાં અનેક ચકચારી કેસોમાં તેઓશ્રીની સ્પે. પી.પી. તરીકે નિયુકિત કરાઇ હતી અને મુળ ફરીયાદ પક્ષને ન્યાય અપાવવામાં સફળ રહ્યા હતા.

મરણ જનાર ધર્મેન્દ્ર વાળાના પરિવાર તેમજ ક્ષત્રિય સમાજની માંગણીને ધ્યાને લઇ રાજય સરકારના ગૃહવિભાગ દ્વારા આ નિમણુંક કરાઇ હોવાની વાળા પરિવારને તેમજ ફોરેસ્ટ ખાતાને આ કેસમાં પુરતો ન્યાય મળી રહેશે એવી આશા વ્યકત કરાઇ છે

(3:58 pm IST)