Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ત્રંબામાં ભાદરવી અમાસના એક દિવસીય મેળાની જમાવટઃ હજ્જારોની માનવ મેદની ઉમટી પડી

સરકાર દવરા તાજેતરમાં જેને પવિત્ર યાત્રાધામનો દરજ્જો અપાયો છે તે સ્થળે આયોજનઃ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા આરસીસી રોડની ગ્રાન્ટ પણ મંજૂર

રાજકોટના ત્રંબા ગામે રવિવારે ભાદરવી અમાસના એક દિવસીય  લોકમેળામાં હજ્જારોની માનવ મેદની ઉમટી પડી હતી. ત્રંબકેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મેળો યોજાય છે. ત્રિવેણી નદિના કિનારે આવેલા ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.  તાજેતરમાં જ સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ત્રિવેણી નદીને વિકસાવવા માટે ત્રંબાને પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપવામાં આવ્યો છે.  મેળાના ઉદ્દઘાટન પ્રસંગે ધારાસભ્યો લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, જીલ્લા પ્રમુખ ડી. કે.  સખીયા, રાજુભાઈ ધ્રુવ સહિતે દિપ પ્રાગટય કરીને મેળાને ખુલ્લો મુકયો હતો. ત્રંબકેશ્વર મહાદેવનો પ્રસાદ મેળામાં પધારનારા દરેકે લીધો હતો. લાખાભાઇ સાગઠીયા દ્વારા ત્રંબા ગામથી મેળા સુધીના આરસીસીરોડનીઙ્ગ ગ્રાન્ટ  પણ ફાળવવામાં આવી હતી. તેમ ત્રંબાથી જી.એન. જાદવે જણાવ્યું હતું અને તસ્વીરો મોકલી હતી. (૧૪.૭)

(12:09 pm IST)