Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટના ૨૦ લાખ સહિત ગુજરાતમાં ૪II કરોડ મતદારો

રાજકોટમાં ૨૨૦૦થી વધુ બૂથઃ ૧૬ અને ૩૦ સપ્ટેમ્બર તથા ૧૪ ઓકટોબરે બૂથ ઉપર મતદાર નોંધણીની ખાસ ઝુંબેશઃ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ૧૫ ઓકટોબર સુધી મતદારયાદી કાર્યક્રમઃ રાજકોટ કલેકટરની બપોર બાદ પત્રકાર પરિષદ

રાજકોટ તા.૧૦: ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે હવે વહીવટી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મતદાર યાદીને આખરી ઓપ અપવાનું તેમજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો છે. પંચનાં સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ તા. ૧-૧-૨૦૧૯ની લાયકાતના સંદર્ભમાં કુલ ૪ કરોડ ૪૦ લાખ અને ૭૩૭૬૯ મતદારો નોંધાયેલા છે. એમા રાજકોટમાં ૨૦ લાખ ૬૮ હજારથી વધુ મતદારો હોવાનું હાલ સુત્રોએ ઉમેયુંર્ હતું. રાજકોટમાં હાલ દરેક મામલતદાર કચેરીએ ૧૫ ઓકટોબર સુધી ફોર્મ ભરી શકાશે, જયારે ૧૬-૩૦ અને ૧૪ ઓકટોબરે બીએલઓ મતદાન મથકો આખો દિ' બેસશે, અને ફોર્મ સ્વીકારશે. રાજકોટ કલેકરટ આજે બપોરે ૪ વાગ્યે પત્રકાર પરિષદમાં વધુ વિગતો ખાસ જાહેર કરશે.

ગુજરાત ચૂંટણી પંચના સીઇઓ ડો. એસ. મુરલી ક્રિષ્નાએ આ અંગે જણાવ્યું છે કે, નોંધાયેલા મતદારોમાં ૨૨૯૧૮૨૨૯ પુરૂષ મતદારો, ૨૧૧૫૪૭૦૬ સ્ત્રી મતદારો તથા ૮૩૪ ત્રીજી જાતિનાં મતદારોનો સમાવેશ થાય છે. કુલ મતદારો પૈકીમાંથી ૩૧૫૭૪૪ મતદારો ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરના છે. જયારે ૮૦ વર્ષથી મોટી ઉંમરના મતદારોની સંખ્યા ૭૬૯૪૫૨ની છે.

તેઓએ કહયું કે, કુલ નોંધાયેલા મતદારો પૈકી ૯૯.૯૯ ટકા મતદારોની ઇમેજ (ફોટો) મતદાર યાદીમાં સમાવેશ કરી લેવાઇ છે. તેમજ આવા તમામ મતદારોને મતદાર ફોટો આઇ-કાર્ડ આપી દેવાાયા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૧૯ અંતર્ગત તા. ૧-૯-૧૮થી તા. ૧૫-૧૦-૧૮ સુધીનાં સમયગાળા દરમિયાન હકક-દાવા અને વાંંધા અરજીઓ સ્વીકારાશે. ઉપરાંત મતદાર યાદીની ખાસ ઝુંબેશ માટે તા. ૧૬ અને ૩૦ સપ્ટેમ્બર તેમજ ૧૪મી ઓકટોબરનાં રોજ તમામ મતદાર સ્થળો ઉપર બુથ લેવલ ઓફિસર્સ યાદીની નકલ તથા ફોર્મ્સના જરૂરી જથ્થા સાથે હાજર રહેશે. આ સમય દરમિયાન કોઇપણ મતદાર યાદીની ચકાસણી કરી શકાશે. આ કાર્યક્રમમાં તા. ૧-૧-૨૦૦૧ અથવા તે પહેલાંની જન્મ તારીખ ધરાવતા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકશે. યાદીમાં નામ ન હોય તો સ્થળ ઉપર જ ફોર્મ નં. ૬ ભરીને આપી શકશેે.(૧.૫)

(12:07 pm IST)