Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે

ભારત બંધના એલાનમાં રાજકોટના શાળા-કોલેજો સજ્જડ બંધ

ખાનગી શાળા સંચાલકોએ 'સલામતી'ને ધ્યાને રાખી બંધ પાળ્યો...કેટલીક ભાજપ સમર્થિત કોલેજો બંધ કરાવી

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનમાં આજે શાળા-કોલેજો સજ્જડ બંધ રહ્યા હતા. પ્રસ્તુત તસ્વીરમાં બંધ રહેલ કોલેજોમાં કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ :. દેશમાં ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના શાળા-કોલેજો સજ્જડ બંધ રહ્યા છે. જ્યારે કાર્યકરોએ આત્મીય કોલેજ, હરિવંદના કોલેજ, ટી.એન. રાવ કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, માતૃશ્રી વિરબાઈમા મહિલા કોલેજ, ધમસાણીયા કોલેજ, ગીતાંજલી કોલેજ, કુંડલીયા કોલેજ સહિતની કોલેજોએ બંધ પાળ્યો હતો.

રાજકોટની ખાનગી શાળાના મહામંડળે વિદ્યાર્થીઓની 'સલામતી'ના કારણે સ્વૈચ્છીક રીતે બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયમાં રાજકોટ ધોળકીયા સ્કૂલ, મોદી સ્કૂલ, પાઠક સ્કૂલ, રાજકુમાર કોલેજ, ક્રિષ્ના સ્કૂલ, એસ.એન.કે., આત્મીય સ્કૂલ, નેષ્ટ સ્કૂલ, એસ.ઓ.એસ. સ્કૂલ, સ્વસ્તીક સ્કૂલ, ટી.એન. રાવ સ્કૂલ, ભૂષણ સ્કૂલ, પરિમલ સ્કૂલ સહિતની ૪૦૦થી વધુ સ્કૂલોએ ટેકો જાહેર કરી સ્વૈચ્છીક બંધ પાળ્યો હતો.

જ્યારે બંધના એલાન દરમિયાન કોંગ્રેસના આગેવાનો મુકેશભાઈ ચાવડા, ભરતસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, આદિત્યસિંહ ગોહીલ, મોહનભાઈ સિંધવ, ચેતનભાઈ જરીયા, રવિભાઈ, નિલુભાઈ સોલંકી, મોનીભાઈ પટેલ સહિતનાએ બંધ પાળવા અપીલ કરી હતી.

(12:04 pm IST)