Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટના ચુનારાવાડ ટ્રેકટર ચોકમાં ટાયર સળગાવાયું

રાજકોટઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધ દાખખવા આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન અપાયું હોઇ તે અંતર્ગત રાજકોટ શહેરમાં પણ બંધને સફળ બનાવવા કોંગ્રેસે કમર કસી હતી. જો કે મોટા ભાગના આગેવાનો, કાર્યકરોને પોલીસ આ લોકો બંધની અપીલ કરવા નીકળે એ પહેલા જ અટકાયતમાં લઇ લીધા હતાં. શહેરમાં સવારથી શાંતિપૂર્ણ બંધ પાળવામાં આવ્યો છે. જો કે ચુનારાવાડના ટ્રેકટર ચોકમાં કેટલાક લોકોએ ભેગા થઇ ટાયર સળગાવતાં પોલીસને જાણ થતાં થોરાળા પોલીસની ટૂકડી દોડી ગઇ હતી અને આગ બુઝાવી હતી. જો કે ટાયર કોણે સળગાવ્યા તે જાણી શકાયું નથી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

(11:49 am IST)