Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સરધારમાં બહેનોને બચત માર્ગદર્શન

 કુવાડવાઃ સરધાર ગામમાં બેંક ઓફ ઇન્ડીયાની ૧૧૬મી જન્મ જયંતી નીમીતે મહીલા રોજગાર લક્ષી માર્ગદર્શન શીબીરનું આયોજન બેંક ઓફ ઇન્ડીયા સરધાર શાખા દ્વારા કરવામાં આવ્યુ. બેંક મેનેજર હીરેન ટીલાવા દ્વારા બેંકની કામગીરી વિશે તેમજ બચત વિશે બહેનોને માહીતી આપી. આ પ્રસંગે ઉપસ્થિત કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મહીલા સામાજીક કાર્યકર દેવિકાબેન મનોજભાઇ મહેતાએ બહેનોને બચત વિશે, રોજગાર વિશે ને બહેનોને નીડરતા વિશે સમજણ આપીને દેવિકાબેન મહેતા હસ્તક નિતાબેન પટેલને રેડીમેઇન્ટ ગારમેન્ટનાં યુનીટનો ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. બહેનોને કોયપણ પ્રકારની મુશ્કેલી હોય તો દેવિકાબેન મહેતાનો સંપર્કકરવા જણાવાયું છે. ચેક વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(9:27 am IST)