Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આપણે સૌ કોઇ આપણા ઘર ઉપર તિરંગો અચૂક ફરકાવીએઃ પૂ.અપૂર્વમુનિ સ્વામીની અપીલ

રાજકોટ તા. ૧૦:  વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. લાખો દેશભકતોની કુરબાનીને યાદ કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતવર્ષની અસ્મિતાને ઉજાગર કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ. આપના ઘર પર લગાવેલી ડીશ કેબલ આપના ઘરમાં ટીવી પર આખુ વિશ્વ બતાવશે. પરંતુ, આપના ઘર પર ફરકાવેલો તિરંગો આપના ઘરને, આપણા ભારતને આખી દુનિયામાં ચમકાવશે. આખુ વિશ્વ અનુભવશે કે ભારતના પ્રત્યેક ઘર પર સમર્પણ શાંતિ અને સમૃદ્ઘિના તિરંગા ફરકી રહ્યા છે. પ્રત્યેક ભારતવાસીના મસ્તક ઉપર તિરંગાની છત્રછાયા ફેલાઈ છે. ભારત સરકાર દ્વારા તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવવા માટે હું અપૂર્વમુની સ્વામી પ્રત્યેક ભારતવાસીને નમ્ર નિવેદન કરું છું. આપણે સૌ કોઈ આપણા ઘર પર તિરંગો અચૂક ફરકાવીએ. આયે મીલકે રાષ્ટ્રભકિત કી અલખ જગાએ, માં ભારતી કી શાન બઢાએ હર ઘર તિરંગા હમ લહેરાયે. હર ઘર તિરંગા હમ લહેરાયે.

(4:08 pm IST)