Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ફ્રિડમ દ્વારા ધારાશાષાી અનિલભાઈ દેસાઈ અને ઉદ્યોગપતિ રમેશભાઈ ટીલારાનું સન્‍માનઃ શૈક્ષણિક કીટ- રાશનકીટ વિતરણ

રાજકોટઃ ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુવર્ષે પણ ૧૫૦થી વધુ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ, ફૂલ સ્‍ટેપ બુકસ, લંચ બોકસ, વોટર બોટલ, કંપાસ સહિતની સમૃધ્‍ધ  શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવેલું હતું. સાથો સાથ સમગ્ર રાજકોટ સૌરાષ્‍ટ્રના અગ્રિમ હરોળના ધારાશાષાી અને જાહેર જીવન તેમજ સમાજજીવનમાં અદકેરુ સ્‍થાન ધરાવતા, મુઠ્ઠી ઊંચેરા માનવી, જીવદયા પ્રેમી શ્રી અનિલભાઈ દેસાઈની તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજકછ પદે વરણી થયેલ તેમજ શાપર વેરાળવ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના અધ્‍યક્ષ, ખોડલધામના ટ્રસ્‍ટી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ ટીલારાની ભારત સરકારના ઉદ્યોગ વાણિજય મંત્રાલય દ્વારા બોર્ડ ઓફ ટ્રેડમાં સદસ્‍ય તરીકે નિયુકિત થતા ટીમ ફ્રીડમ દ્વારા સાલ ઓઢાડી અને સ્‍મૃતિ ચિન્‍હ અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ. તદ્દઉપરાંત ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ તેની સેવાકીય સફરના ૨૫માં રજત જયંતિ વર્ષ નિમિતે અને આગામી જન્‍માષ્‍ટમીના તહેવારો અનુસંધાને જરૂરિયાત મંદ પરિવારોને સમૃધ્‍ધ રાશનકીટનું વિતરણ આમ ત્રિવિધ કાર્યક્રમ સફળતા પુર્ણ ઉજવાય ગયેલ હતો.

આ કાર્યક્રમનું દીપપ્રાગટય મુખ્‍ય મહેમાન રાજકોટ શહેર ભાજપ અધ્‍યક્ષ કમલેશભાઈ મીરાણી, વોર્ડ નંબર ૭ના કોપોર્રેટર નેહલભાઈ શુકલ, પંકજભાઈ ચગ, પુરૂષોતમભાઈ પીપરીયા, બીપીનભાઈ પલાણ, નીરજભાઈ મહેતા, કિરીટભાઈ પટેલ, મયુરભાઈ શાહ, રમાબેન હેરભા, જીતુભાઈ ભટ્ટ, વસંતભાઈ જસાણી, નીરેનભાઈ જાની, મહેશભાઈ કોટક, એચ.એ.નકાણી, કિરેનભાઈ છાપિયા, કેતનભાઈ પારેખ, યોગેશભાઈ વાળા, બીપીનભાઈ પાઠકની ઉપસ્‍થિતિમાં થયેલ હતું.

કાર્યક્રમનું સંચાલન સંસ્‍થાનાં સ્‍થાપક ભાગ્‍યેશ વોરાએ, શબ્‍દોથી સ્‍વાગત પ્રવીણ ચાવડા અને સંજય પારેખે તથા અંતમાં આભારવિધી કિરીટ ગોહેલ કરી હતી.

ત્રિવેણી સંગમ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપનાં સંસ્‍થાપક ભાગ્‍યેશ વોરા (મો.૯૪૨૭૭ ૩૦૪૬૨)ની રાહબરીમાં મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, ચંદ્રેશ પરમાર, નીમેશ કેસરિયા, રસીક મોરધરા, રાજન સુરૂ, અલ્‍પેશ પલાણ,  હર્ષદ ચોકસી, નિતીન જરિયા, રોહિત સિધ્‍ધપુરા, અલ્‍પેશ ગોહેલ, હિતેશ કોઠારી, વિશાલ અનડકટ, ધવલ પડીઆ, જે.પી.ફૂલારા, સંજય ચૌહાણ, જીજ્ઞેશ આહીર, જય આહીર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. શૈક્ષણીક કીટમાં વિનુભાઈ ઉદાણી, મોહિલ મોરધરા, કિરીટભાઈ પટેલ, પંકજભાઈ ચગ, જયેન્‍દ્રભાઈ ગોહેલ પરિવાર, રાધિકા જવેલર્સ, રોહિતભાઈ સિધ્‍ધપુરા સહિતનાઓનો સહયોગ સાંપડેલ હતો.

(4:04 pm IST)